લોગવિચાર :
દીપોત્સવમાં આ વર્ષે અયોધ્યા 28 લાખ દિવાની રોશનીથી ઝગમગી ઉઠશે. દિવાને સજાવવા અને પ્રગટાવવા માટે અવધ વિશ્ર્વ વિદ્યાલયની સાથે સાથે ઈન્ટર કોલેજો અને એજનીએનાં સ્વયંસેવકોને લગાવવામાં આવશે જેની સંખ્યા 30 હજારથી વધુ હશે.
અવધ યુનિવર્સીટીનાં વાઈસ ચાન્સેલર પ્રો.પ્રતિમા ગોયલે જણાવ્યું હતું કે અયોધ્યામાં નાની દીપાવલીએ 55 ઘાટો પર 28 લાખથી વધુ દીપ પ્રગટાવાશે સ્વયંસેવકોની મદદથી આ વર્ષે પણ ગિનેશ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં નામ નોંધાશે. રામ મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા બાદ પહેલો દીપોત્સવ પુરી ભવ્યતાથી ઉજવાશે. આ દિવસે મંદિરનું ગર્ભગૃહ અને મુખ્ય દર્શન માર્ગોને પણ ફૂલોથી સજાવાશે. રંગોલીથી મંદિર સજાવાશે.
પ્રો.એસએસ મિશ્રે જણાવ્યું હતુ કે કે રામ કી પૈડીના બધા ઘાટો પર 16 બાય 16 બ્લોકમાં 30 એમએલ આકારનાં દીવા સજશે તેના માટે 90 હજાર લીટર સરસવના તેલની વ્યવસ્થા કરાશે.
20 ઓકટોબરથી સ્વયં સેવકોનાં આઈકાર્ડ વિતરણ શરૂ થઈ જશે. 26 ઓકટોબરે ઘાટો પર દીપની ખેપ પહોંચવી શરૂ કરવામાં આવશે. 27 ઓકટોબરથી સ્વયંસેવક ઘાટો પર દીવા બિછાવવાની સાથે 30 ઓકટોબરે દીવા પ્રજજવલીત કરીને વિશ્ર્વ રેકર્ડ બનાવશે.