કોરોનાની રસી લીધા પછી 3માંથી 1 પરિવાર ખરાબ સ્વાસ્થ્યનો સામનો કરે છે : સર્વે

લોગવિચાર :

એક સર્વેમાં સામેલ દર ત્રણમાંથી એક વ્યકિતનું કહેવુ છે કે કોરોના વેકસિન લગાવ્યા બાદ તે સ્વાસ્થ્ય સાથે જોડાયેલી પરેશાનીનો સામનો કરી રહ્યા છે. લોકલ સર્કલનાં સર્વેમાં આ બાબત બહાર આવી છે.

સરકારી આંકડામાં કોરોના રસીકરણ બાદની આડઅસરમાં પ્લેટલેટસ ઘટવા અને લોહીના ગઠ્ઠા જામી જવા જેવી ફરિયાદો જ સામેલ થઈ હતી. એ પણ ત્યારે જયારે રસીકરણનાં કેટલાંક કલાકો-દિવસો કે હપ્તામાં આવી ફરિયાદો ઉઠી હતી.

સરકારી ડેટાબેઝમાં રસીકરણનાં મહિના કે વર્ષો બાદની ખરાબ અસરને કયાંય નોંધવામાં નથી આવી. સર્વેમાં જે લોકોએ પણ કોરોના રસીકરણની આડ અસરની વાત કરી છે તેમાંથી 10 ટકાએ હૃદયના ધબકારા વધી જવા બ્લડ પ્રેસર ઘટી જવુ, ચકકર આવવા જેવી ફરિયાદો કરી છે.

આડ અસરની વાત કરનારાઓમાં 77 ટકાએ માન્યુ કે તેમણે કોવિશીલ્ડ વેકસિન લીધી હતી. સમીકરણ બાદ કેવા પ્રકારની પરેશાની લોકો અનુભવતા હતા?
2 ટકા કિડનીમાં ખરાબી, 4 ટકા હૃદયની બિમારી વધવા 4 ટકા કેન્સર, 6 ટકા છાતીમાં દુ:ખાવો, 6 ટકા લોહીમા ગઠ્ઠા જામવા, 8 ટકા બ્રેઈન સ્ટ્રોક-લકવા, 10 ટકા હૃદયના ધબકારા વધવા, બીપી ઘટવુ, માથુ ભારે લાગવુ, 9 ટકા અન્ય બિમારીનો સામનો કરતા હશે.

નવી બિમારીથી અસરગ્રસ્તોએ કઈ કોરોના વેકસીન લીધેલી?
9 ટકા કહી શકયા નહોતા. 4 ટકાએ દેશની બહાર રસી લીધેલી. 5 ટકાએ કોવેકિસન લીધેલી, 5 ટકાએ સ્પુતનિક વેકસિન લીધેલી જયારે 77 ટકાએ કોવિશીલ્ડ લીધી હતી.
67 ટકા લોકોએ જણાવ્યું હતુંકે પરિવારમાં ખરાબ સ્વાસ્થ્ય માટે કોરોનાને કારણ નથી માનતા જયારે 33 ટકા લોકોએ હા પાડી હતી.