મૌની અમાસ દરમિયાન મહાકુંભમાં 10 કરોડ ભક્તો ઉમટી પડવાની સંભાવના

લોગ વિચાર :

મહાકુંભમાં પ્રથમ અમૃત સ્નાન સફળતાથી સંપન્ન થયા બાદ સરકાર હવે પછીના પ્રમુખ સ્નાનની પુખ્તા તૈયારી કરી રહી છે. મૌની અમાસે 10 કરોડ શ્રદ્ધાળુઓ ઉમટવાની સંભાવના છે, જેને લઈને સીએમ યોગી આદીત્યનાથે યુદ્ધના ધોરણે તૈયારીનો નિર્દેશ આપ્યો છે.

13 જાન્યુઆરીથી મહાકુંભના પ્રથમ સ્નાનથી અત્યાર સુધીમાં મેળાક્ષેત્રમાં 6 કરોડથી વધુ લોકો સંગમમા ડૂબકી લગાવી ચૂકયા છે. મકરસંક્રાંતિએ પ્રથમ અમૃત સ્નાનમાં 3.50 કરોડથી વધુ લોકોએ સંગમમાં સ્નાન કર્યુ છે.

હવે આગામી અમૃત સ્નાન મૌની અમાસે છે જે 29મી જાન્યુઆરીએ છે. મૌની અમાસે 8થી10 કરોડ લોકોના આગમનની સંભાવના છે જેને લઈને સીએમે વ્યવસ્થા બહેતર કરવાનો નિર્દેશ કર્યો છે. રેલવે સાથે સંવાદ કરીને મહાકુંભ સ્પેશિયલ ટ્રેનોનું સમયસર આવાગમન નિશ્ચિત કરવામાં આવે.