સુરત-મુંબઈ હાઈવે પર 10 કિમી ટ્રાફિક જામ સર્જાતા વાહનચાલકો ભારે પરેશાન

લોગવિચાર :

રાજ્યમાં છેલ્લા ત્રણેક દિવસથી ભારે વરસાદ વરસી રહયૉ છે. છેલ્લા 24 કલાકમાં સમગ્ર રાજ્યને મેઘરાજાએ ઘમરોળી નાખ્યું છે. ભારે વરસાદ અને બિસમાર રસ્તાના કારણે ભરુચ જિલ્લામાંથી પસાર થતાં વાહન ચાલકોને ભારે હાલાકી ભોગવાનો વારો આવે છે.

તેવામાં ભરૂચના નેશનલ હાઇવે ઉપર સુરત – મુંબઈ તરફની લેનમાં 10 કિલોમીટરનો ટ્રાફિક જામ સર્જાતા વાહન ચાલકો હેરાન પરેશાન બન્યા છે. ટ્રક ચાલકો 24 કલાકથી જામમાં ફસાયા છે, જેઓ કલાકોથી સમસ્યા હળવી બનવાનો ઇંતેજાર કરી રહ્યા છે.