કૈલાશ માનસરોવર યાત્રા માટે 750 તીર્થયાત્રીઓની પસંદગી

લોગ વિચાર.કોમ

વિદેશ મંત્રાલયે કૈલાસ માન સરોવર યાત્રા માટે કોમ્પ્યુટર ડ્રોથી 750 તીર્થયાત્રીઓની પસંદગી કરી છે. આ વખતે 5561 લોકોએ યાત્રા માટે ઓનલાઈન અરજી કરી હતી.

વિદેશ રાજયમંત્રી કીર્તિવર્ધન સિંહની હાજરીમાં વિદેશ મંત્રાલયે બુધવારે ડ્રો કર્યો હતો. કૈલાસ માનસરોવર યાત્રા માટે આ વખતે ઉતરાખંડના રસ્તેથી 50-50 યાત્રીઓનાં 10 જુથ મોકલાશે.યાત્રા જુન-ઓગસ્ટ દરમ્યાન સંપન્ન થશે. મંત્રાલય દ્વારા તેના માટે તૈયારી કરવામાં આવી રહી છે.

મંત્રાલયે એક નિવેદનમાં કહ્યું છે કે પસંદ કરાયેલા યાત્રીઓને એસએમએસ અને ઈ-મેલથી જાણકારી મોકલવામાં આવી રહી છે. આ ઉપરાંત યાત્રી કૈલાસ માન સરોવર યાત્રાની વેબસાઈટ પર પણ જોઈ શકે છે.