લોગ વિચાર :
મહાકુંભમાં નાગા સાધુઓની દીક્ષાનો કાર્યક્રમ શરૂ થઈ ગયો છે. જૂના અખાડાએ સેકટર નં.21માં શનિવારે 800 નાગા સાધુઓને ધર્મ દીક્ષા આપીને પરિવારમાં સામેલ કર્યા હતા. સૌથી પહેલા ગંગા તટ પર નાગા સાધુ બનનાર સંતોને સ્નાન કરાવવામાં આવ્યું હતું. બાદમાં બધાને મુંડન સંસ્કાર કરાવી તેમને જનોઈ પહેરાવવામાં આવી હતી, ત્યારબાદ તેમને ફરી સ્નાન કરાવવામાં આવ્યું હતું. ડઝનબંધ પુરોહિત દ્વારા વૈદિક મંત્રોચ્ચાર દરમિયાન આ સંન્યાસીઓનું શુદ્ધિકરણ થયું. ત્યારબાદ બધાએ સ્નાન કરીને પોતાની સાત પેઢી આગળ અને સાત પેઢી પાછળનું પિંડદાન કર્યું હતું, અને પોતાનું પણ પિંડદાન કરી નવા સમાજમાં સામેલ થવાનો સંકલ્પ લીધો હતો.