લોગ વિચાર :
અમરનાથ યાત્રાને લઈને બાબા અમરનાથને લઈને લોકોમાં ભારે ઉત્સાહ છે. ગઈકાલે શુક્રવારે ભારે વરસાદના કારણે માત્રા રોકી દેવાઈ હતી. ગતરાતથી સતત વરસાદના કારણે આ નિર્ણય લેવાયો હતો.
અધિકારીઓએ 6 વાગ્યા બાદ યાત્રાને પરત બેઝ કેમ્પે મોકલી દેવાઈ હતી. સતત થતા વરસાદ અને હવામાનની આગાહીને ધ્યાનમાં રાખીને અમરનાથ યાત્રીઓના કોઈપણ નવા જૂથને નુનવાન બેઝ કેમ્પથી ચંદનવારી અક્ષના માધ્યમથી પવિત્ર ગુફા તરફ જવાની મંજુરી નથી અપાઈ.
અધિકારીઓના અનુસાર હવામાનમાં સુધારા બાદ યાત્રીઓને આગળ વધવાની મંજુરી આપવામાં આવશે.