લોગ વિચાર :
મુંબઇમાં ભારે વરસાદને પગલે જનજીવન પર અસર પડી છે આ ઉપરાંત વાહન વ્યવહાર અને માર્ગ વ્યવસ્થા પણ ઠપ્પ થઇ છે. અતિ ભારે વરસાદને કારણે આજ સવારની એર ઇન્ડિયાની એક ફલાઇટ મોડી પડી હતી અને ઇન્ડિગોની બે ફલાઇટ મુંબઇથી રદ્દ કરવામાં આવી છે.
મુંબઇમાં ભારે વરસાદને કારણે એર ઇન્ડિયાની સવારે 7.30 કલાકની ફલાઇટ 1પ મીનીટ મોડી લેન્ડ થઇ હતી અને ઇન્ડિગોની સવારે 8.30 કલાક અને 11.પ0 કલાકની ફલાઇટ કેન્સલ કરવામાં આવી છે. જેને કારણે મુસાફરોને ભારે હાલાકીનો સામનો કરવો પડયો હતો. બે ફલાઇટ રદ થતા મુસાફરો અટવાયા હતા.
વાતાવરણ સામાન્ય થયા બાદ નવી ફલાઇટ મુંબઇથી ઉપડશે. ભારે વરસાદને કારણે વાતાવરણની પરિસ્થિતિને ધ્યાનમાં લઇ ઇન્ડિગો દ્વારા મુંબઇથી રાજકોટ આવતી બે ફલાઇટ રદ્દ કરવાનો નિર્ણય કરાયો હતો. આથી આજ સવારની બે ફલાઇટ રદ કરવામાં આવી.
હાલ મુંબઇમાં વરસાદ ધીમો પડયો છે. પરંતુ હજુ વાતાવરણ સ્વચ્છ થતા સમય લાગશે. આથી મુસાફરોની સલામતીને ધ્યાનમાં લઇ સવારની બે ફલાઇટ રદ કરવામાં આવી. એર ઇન્ડિયાની સવારની 7.30 કલાકની ફલાઇટ 1પ મીનીટ મોડી પડી હતી.