કેપ્ટન મીરા દવે પતિ સિદ્ધાર્થ સાથે કારગિલ યુદ્ધના વીરોને શ્રધ્ધાંજલિ અર્પણ કરવા સુરતથી કારગિલ માર્ગ યાત્રા કરશે

લોગ વિચાર :

આગામી 26મી જુલાઈએ કારગિલ, દ્રાસ ખાતે ‘કારગિલ વિજય દિવસ’ની 25મી વર્ષગાંઠની ઉજવણીમાં સહભાગી થવા દવે યુગલ સુરતથી માર્ગ યાત્રા પ્રવેશ દ્વારા રાજસ્થાન, પંજાબ અને કાશ્મીર થકી કારગિલ દ્રાસ ખાતે પહોંચશે

સુરતના નિવૃત્ત સેના અધિકારી કેપ્ટન મીરા દવે અને તેમના પતિ સિદ્ધાર્થ દવે ‘કારગિલ વિજય દિવસ’ની 25મી વર્ષગાંઠ નિમિત્તે વીર શહીદોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવા હેતુસર સુરતથી કારગિલ અને પરત 5000 કિ.મી.ની કાર દ્વારા માર્ગ યાત્રા કરશે.

આ ‘કારગિલ વિજય જ્ઞાન યાત્રા 2024’ અંગે સર્કિટ હાઉસ ખાતે દવે દંપતિએ પ્રેસ કોન્ફરન્સ યોજી હતી. આગામી 26મી જુલાઈએ કારગિલ, દ્રાસ ખાતે ‘કારગિલ વિજય દિવસ’ની 25મી વર્ષગાંઠની ઉજવણીમાં સહભાગી થવા દવે યુગલ સુરતથી માર્ગ યાત્રા પ્રવેશ દ્વારા રાજસ્થાન, પંજાબ અને કાશ્મીર થકી કારગિલ દ્રાસ ખાતે પહોંચશે.

જેનો મુખ્ય હેતુ ગુજરાત સહિત વિવિધ રાજ્યોમાં કારગિલ યુદ્ધમાં સંકળાયેલા સૈનિકો સાથે મળી સ્થાનિક વિદ્યાર્થીઓ, શિક્ષણવિદો અને નાગરિકો સાથે સંવાદ કરી જાહેર કાર્યક્રમો યોજવાનો છે.જેમાં લોકોને વીર શહીદોના બલિદાન વિષે માહિતગાર કરી દેશના નાગરિક તરીકેની નૈતિક જવાબદારીઓ અંગે લોકજાગૃતિ લાવવાનો પ્રયાસ કરાશે.