એક માણસના પેન્ટમાંથી પાંચ, દસ નહીં, પરંતુ 100 જીવતા સાપ નીકળ્યા

લોગ વિચાર :

હોંગકોંગ : ચીનના લોકો અજીબોગરીબ હરકત માટે જાણીતા છે પણ વિચિત્ર વસ્તુઓ પણ કરતા અચકાતા નથી. હાલમાં એક વ્યક્તિ જીવતા સાપ લઈને ચીનમાં ઘૂસવાનો પ્રયાસ કરતા ઝડપાયો હતો. આ વ્યક્તિ પાસેથી પાંચ કે દસ નહિ, પૂરતા 100 સર્પ નીકળ્યા હતા.

કસ્ટમ ઓફિશિયલ દ્વારા બોર્ડર પર ચેકીંગ દરમ્યાન પેન્ટમાં જીવતા 100 સાપ નીકળ્યા. આ જોઈને ખુદ કસ્ટમના અધિકારીઓ ચોંકી ઉઠ્યા હતાં. આ સમાચાર ખુદ કસ્ટમ વિભાગ દ્વારા તેના સત્તાવાર વી ચેટ પર જાહેરાત કરી હતી.

અધિકારીઓએ હોંગકોંગ અને શેનજેન વચ્ચે ફૂતિયન બાઉન્ડરી પર એક વ્યક્તિને ચેકીંગ માટે અટકાવ્યો હતો. તેના પેન્ટમાંથી 100 જીવતા સાપ મળી આવ્યા. આ તમામને એક બેગમાં સિલ કરવામાં આવ્યા હતા અને આ વ્યક્તિની ધરપકડ કરાઈ હતી.