માત્ર કાચીંડા જ નહીં દેડકા પણ પોતાનો રંગ બદલી રહ્યા છે

લોગ વિચાર :

રંગ બદલતા કાચીંડાને તો સૌ જાણે છે પરંતુ પશ્ચિમ ઓસ્ટ્રેલિયામાં દેડકાનો રંગ પણ બદલાવા લાગ્યો છે. પશ્ચિમ ઓસ્ટ્રેલિયાના કિમ્બર્લી વિસ્તારમાં ઝાડ પર જોવા મળતા લીલા દેડકાને બદલે ચળકતા વાદળી દેડકા જોઈને વૈજ્ઞાનિકો આશ્ચર્યચકિત થઈ ગયા હતા.

આ પરિવર્તન દુર્લભ આનુવંશિક પરિવર્તનને કારણે થયું છે. વૈજ્ઞાનિકોનું કહેવું છે કે, આ મ્યુટેશનને કારણે ત્વચાના કેટલાક રંગદ્રવ્ય ગાયબ થઈ ગયા હશે. લિટોરિયા સ્પ્લેન્ડિડા પ્રજાતિના આ દેડકા વૃક્ષો પર જોવા મળે છે.

ઓસ્ટ્રેલિયન વાઇલ્ડલાઇફ કન્ઝર્વન્સીએ આ વાતની પુષ્ટિ કરી છે. દેડકાની આ પ્રજાતિની લંબાઈ લગભગ 12 સેન્ટિમીટર છે.