અબુ ધાબીમાં એક રેસ્ટોરન્ટમાં ઘુવડ તમારું સ્વાગત કરે છે!!

લોગ વિચાર :

જાપાનમાં જે રીતે ઘુવડ-કેફે છે, તેવું હવે અબુધાબી પણ જોડાયું છે. આ નવા ખુલેલા કેફેમાં તેમને જીવતાં ઘુવડ રિસેપ્શન પર તમારું સ્વાગત કરતાં જોવા મળશે.

આ ઘુવડ સાથે તમે સેલ્ફી પણ પડાવી શકો છો. અંદર પણ ચોકકસ જગ્યાએ ઘુવડ લોકોને આવકારતાં હોય એમ બેઠેલાં જોવા મળે છે. પહેલી નજરે વિચાર આવે કે કેફેમાં ઘુવડ શું કરતા હશે? પણ એ જ એનો યુનિક સેલિંગ પોઈન્ટ છે.

બપોરે બે વાગ્યે ખુલતા આ કેફેનું નામ બુમાહ કેફે છે. બે વાગ્યાથી રાતે દસ વાગ્યા સુધી ઘુવડો કેફેમાં ગ્રાહકોનું મનોરંજન કરતાં જોવા મળશે. એ પછી તેઓ ફ્રી ટાઈમમાં ફરી શકે છે. ઘુવડ રાતે જાગતા હોય છે અને દિવસે સૂતાં હોય છે એટલે દિવસે બપોરે બે વાગ્યા સુધી તેઓ આરામ કરતાં હોય છે.

કેફેના માલિક મોહમ્મદ અલ શેડીનું કહેવું છે કે, ‘કેફેની રૂમમાં કસ્ટમર્સ અને ઘુવડ વચ્ચે એક ગ્લાસ ડિવાઈડર હોય છે. જો કોઈ ઘુવડની પાસે આવીને વાત કરવા ઈચ્છે કે રમાડવા ઈચ્છે તો એ માટેનો ચાર્જ અલગ છે.’

ઘુવડને નજીકથી જોવા-રમાડવાનો ચાર્જ દોઢ હજાર રૂપિયા છે. કેટલાક પ્રાણીપ્રેમીઓ ઘુવડ પર આ રીતે ક્રુરતા થઈ રહી છે એવી ચિંતા વ્યક્ત કરતા હોય છે, પણ એના જવાબમાં કેફે-ઓનરનું કહેવું છે કે, ‘આ ઘુવડ અંધ હોવાથી જંગલમાં રહી શકે એમ નથી. આ રીતે એની સારી દેખભાળ રાખી શકાય છે.’