તહેવારો પહેલા કારમાં ફરીથી 'ડિસ્કાઉન્ટ સિઝન' : સ્ટોક બોજ હળવો કરવા 'સ્કીમ'

લોગ વિચાર :

કોરોના સમયમાં કારના વેચાણમાં મંદી આવી હતી અને કાર સસ્તી પણ થઈ હતી હાલમાં કારની કિંમતમાં વધારો થયો છે.તેથી લોકો કાર ખરીદે તે માટે કાર ડીલરો અઢળક ઓફરો આપી રહ્યા છે જેમાં ડિઝલની કારમાં સરેરશ 66,203 રૂપિયાનું ડિસ્કાઉન્ટ મળે છે પેટ્રોલ કારમાં 29,209, નું ડિસ્કાઉન્ટ  જયારે ઈલેક્ટ્રીક કારમાં 31,185 નું અને સીએનજી કારમાં 19,353 રૂપિયાનું ડિસ્કાઉન્ટ મળે છે

છેલ્લા ચાર વર્ષમાં કારની કિંમતમાં સરેરાશ 2 લાખનો રૂપિયાનો વધારો થયો છે જેને પહોચી વળવા માટે તહેવારોની સીઝન દરમિયાન કાર ડીલરો ઘણી ઓફરો આપી રહ્યા છે

કાર ખરીદદારોને આકર્ષવા માટે ઓટોમેકર્સ વધુને વધુ ડિસ્કાઉન્ટ તરફ વળ્યા છે, 2024 માં સરેરાશ ઈનસેન્ટીવ એક વર્ષ પહેલાંના 24,350 થી વધીને 31,258 પર પહોંચી ગયું છે.

કોરોના પછી કાર વેચાણમાં ઉછાળો જોવા મળ્યો હતો. 2022-23 દરમિયાન ઉત્પાદકોને સરેરાશ 6.5 ટકા ભાવ વધાર્યો હતો.  બજારનું વલણ, ઓછી માંગ, તેમજ સ્પર્ધા હોવાથી ગ્રાહકોને વધુ ઓફરો મળે છે જાટો ડાયનેમિક્સના પ્રમુખ રવિ ભાટિયાએ જણાવ્યું હતું કે,  ગ્રાહકો પોતાને માટે યોગ્ય કાર  ખરીદ શકે છે. તે માટે અલગ અલગ કંપનીઓ પોતાની કાર પર વિવિધ ઓફરો આપી રહી છે.

ટોયોટા કારમાં 52895 સુધીનું ડિસ્કાઉન્ટ આપે છે. મારુતિ સુઝુકીએ  22,453 - 26,246 ડિસ્કાઉન્ટ આપ્યુ છે .આ વર્ષે કાર ડીલરોને આશા છે કે મુખ્ય તહેવારોની સીઝન પહેલા કારની માંગમાં વધારો થશે.

ઈન્વેન્ટરી પ્રેશર ઓટોમેકર્સ દર વર્ષે ઓગસ્ટથી તહેવારોની સીઝન માટે ઈન્વેન્ટરી સ્ટોક કરવાનું શરૂ કરે છે.  આ વર્ષે , આ જૂનથી જ શરૂ થઈ ગયું છે કારણ કે તેઓને આશા છે કે મુખ્ય તહેવારોની સીઝન પહેલા માંગમાં વધારો થશે , ડીલરોએ જણાવ્યું હતું કે તેમની પાસે વાહનોનો સ્ટોક કરવાની ક્ષમતા મર્યાદિત છે.

રાજસ્થાનના અલવરમાં અગ્રણી ઓટોમોટિવ ડીલર નિકુંજ સાંઘીએ જણાવ્યું હતું કે  તહેવારોની સીઝનમાં એસયુવીની માંગ વધુ હોય છે.તેથી આ સમયગાળા દરમિયાન ડિસ્કાઉન્ટ ચાલુ રહેશે.

કાર કંપનીના વરિષ્ઠ એક્ઝિક્યુટિવે જણાવ્યું હતું કે,  ડીલરોને વેરહાઉસ ક્ષમતા વધારવા માટે સુચન કરી રહ્યા છીએ અને આગામી તહેવારોની સિઝનમાં માંગમાં વધારો થવાની ધારણાને ધ્યાનમાં રાખીને અમે ઇન્વેન્ટરી ફંડિંગની વ્યવસ્થા કરવા માટે બેંકો સાથે પણ વાત કરી રહ્યા છીએ.

ઈન્વેન્ટરી પ્રેશર ઓટોમેકર્સ દર વર્ષે ઓગસ્ટથી તહેવારોની સીઝન માટે ઈન્વેન્ટરી સ્ટોક કરવાનું શરૂ કરે છે.  આ વર્ષે , આ જૂનથી જ શરૂ થઈ ગયું છે કારણ કે તેઓને આશા છે કે મુખ્ય તહેવારોની સીઝન પહેલા માંગમાં વધારો થશે , ડીલરોએ જણાવ્યું હતું કે તેમની પાસે વાહનોનો સ્ટોક કરવાની ક્ષમતા મર્યાદિત છે.

રાજસ્થાનના અલવરમાં અગ્રણી ઓટોમોટિવ ડીલર નિકુંજ સાંઘીએ જણાવ્યું હતું કે  તહેવારોની સીઝનમાં એસયુવીની માંગ વધુ હોય છે.તેથી આ સમયગાળા દરમિયાન ડિસ્કાઉન્ટ ચાલુ રહેશે. કાર કંપનીના વરિષ્ઠ એક્ઝિક્યુટિવે જણાવ્યું હતું કે,  ડીલરોને વેરહાઉસ ક્ષમતા વધારવા માટે સુચન કરી રહ્યા છીએ અને આગામી તહેવારોની સિઝનમાં માંગમાં વધારો થવાની ધારણાને ધ્યાનમાં રાખીને અમે ઇન્વેન્ટરી ફંડિંગની વ્યવસ્થા કરવા માટે બેંકો સાથે પણ વાત કરી રહ્યા છીએ.