કાઠમંડુ એરપોર્ટ પર ઉડાન ભરતી વખતે વિમાન દુર્ઘટનાગ્રસ્ત : 18 લોકોના મોત

લોગ વિચાર :

રાજધાની કાઠમંડુમાં ત્રિભુવન આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર શૌર્ય એરલાઈન્સનું વિમાન ઉડાન ભરતી વખતે અચાનક દુર્ઘટનાગ્રસ્ત થયું હતું. જેમાં 18 લોકોના મોત થયા છે. આ વિમાનમાં ચાલક દળ સહિત 19 લોકો સવાર હતા.

વધુમાં જાણવા મળતી વિગત મુજબ સવારે 11 વાગ્યે આ દુર્ઘટના સર્જાઈ હતી. ઘટનાસ્થળે પોલીસ અને ફાયરબ્રિગેડ કર્મીઓ પહોંચ્યા હતા અને બચાવ-રાહત કાર્ય શરૂ કરી દેવાયું હતું. હાલ વિમાનમાં લાગેલી આગને બુઝાવી દેવાઈ છે.

નજરે જોનારા લોકોએ જણાવ્યું હતું કે, વિમાન રનવેના દક્ષિણ છેડાથી ઉડાન ભરી રહ્યું હતું અને અચાનક પલટી ગયું અને પાંખ સીધી જમીન સાથે ટકરાઈ હતી, જેથી તરત વિમાનમાં આગ લાગી હતી.

ત્યારબાદ રનવેના પુર્વી ભાગમાં બુદ્ધ એર હેંગર અને રડાર સ્ટેશન વચ્ચેની ખાઈમાં વિમાન પડી ગયુ હતું. આ ઘટનાના વાયરલ વિડીયોમાં વિમાન મથકે ધુમાડાના ગોટાળાઓ નજરે પડે છે.