લોગ વિચાર :
દ્રાસમાં કારગીલ વિજય દિવસનો બે દિવસીય રજત જયંતી સન્માન સમારોહ ગઈકાલ ગુરુવારથી શરૂ થયો હતો. આજે વિજય દિવસ છે. 25માં કારગીલ વિજય દિવસ પર પીએમ મોદી સવારે 8.20 વાગ્યે દ્રાસમાં કારગીલ વોર મેમોરિયલ પહોંચ્યા હતા અને શહીદોને શ્રદ્ધાંજલિ આપી હતી.
ટનલની શરૂઆત: પીએમ મોદીએ નીમૂ-પદમ-દારચા એકસીસ પર બનનાર સિંકુન લા ટનલના કામની વર્ચ્યુઅલ શરૂઆત કરી હતી. આથી કોઈપણ ઋતુમાં લેહ જવું આસાન બનશે.
સૌથી ઉંચી ટનલ: આ પ્રોજેકટમાં 4.1 કિલોમીટર લાંબી ડબલ-ટયુબ ટનલ સામેલ છે. તે 15800 ફુટની ઉંચાઈ પર બનાવવામાં આવી રહી છે. આ દુનિયાની સૌથી ઉંચી ટનલ હશે.