લોગ વિચાર :
કેન્દ્ર સરકાર નવો આવકવેરા કાનૂન લાવી રહી છે.તેને કરદાતાઓ માટે ખૂબ જ સરળ, સરળતાથી સમજાય તેવી ભાષા અને સરળ ઉપયોગની દ્રષ્ટિએ તૈયાર કરવામાં આવશે.
આનો ફાયદો એ થશે કે કરદાતા કોઈ વિશેષજ્ઞની મદદ વિના કર વિવાદ સાથે સંકળાયેલા મામલાને સમજી શકશે. સાથે સાથે કોઈની મદદ વિના આવકવેરા રિટર્ન ભરવુ સરળ થઈ જશે.
સીબીડીટી ચેરમેન રવિ અગ્રવાલે જણાવ્યું હતું કે નવો કાયદો 6 મહિનામાં આવી જશે. અમારો પ્રયાસ છે કે અમે તેને સરળ બનાવી શકીએ જેને ભાષાની દ્રષ્ટિએ સમજવામાં સરળ હોય, રજુઆતની દ્રષ્ટિએ પણ સરળ હોય જેથી કરદાતા સ્વયં તેની જોગવાઈને જોઈને સહજતા અનુભવે અને તે વધુ અનુકુળ રહે.
ઉલ્લેખનીય છે કે, બજેટ ભાષણમાં નાણામંત્રી નિર્મતા સીતારામને આવક વેરા કાયદાની વ્યાપક સમીક્ષાની વાત કરી હતી.