Bank Holidays in August : ઓગસ્ટમાં આવતા મહત્વના તહેવારોની 9 જેટલી બેંક રજાઓ

લોગ વિચાર :

Bank Holidays in August : જુલાઈમાં પાંચ દિવસ પછી ઓગસ્ટ મહિનો શરૂ થવાનો છે. દર મહિનાની જેમ, ઓગસ્ટ 2024ની શરૂઆત સાથે, ઘણા મોટા નાણાકીય ફેરફારો (નિયમોમાં ફેરફાર) જોવા મળી રહ્યા છે, જ્યારે રક્ષાબંધન, જન્માષ્ટમી જેવા મોટા તહેવારોને કારણે, બેન્કોમાં મોટાપાયે રજા રહેવાની છે. જો તમારી પાસે બેંક સાથે સંબંધિત કોઈ મહત્વપૂર્ણ કામ છે, તો તેને શક્ય તેટલી વહેલી તકે પતાવવું ફાયદાકારક રહેશે.

ઓગસ્ટ મહિનામાં સ્વતંત્રતા દિવસ, રક્ષાબંધન, જન્માષ્ટમી સહિતના તહેવારોના કારણે બેન્કોમાં 13 દિવસ રજા રહેશે. જેમાં છ દિવસ તો રવિવાર અને બીજા-ચોથા શનિવારની સત્તાવાર રજાઓ સામેલ છે. જેથી ઓગસ્ટમાં બેન્ક સંબંધિત કામકાજ માટે ઘરેથી નીકળતા પહેલાં આરબીઆઈની વેબસાઈટ પર બેન્ક હોલિડે લિસ્ટ પર અવશ્ય નજર નાખજો.

દેશના વિવિધ રાજ્યોમાં અલગ-અલગ તહેવારોના કારણે બેન્કમાં સ્થાનિક રજા પણ છે. જો કે ઓગસ્ટ મહિના દરમિયાન ગુજરાતમાં 9 દિવસ બેન્કોમાં રજા રહેશે. જેમાં બીજો અને ચોથો શનિવાર અને રવિવાર ઉપરાંત રક્ષાબંધન, સ્વતંત્રતા દિવસ, જન્માષ્ટમીની રજા રહેશે.

ઓગસ્ટમાં બેન્ક હોલિડે જોઈએ તો ગુજરાતમાં 4 ઓગસ્ટ રવિવાર તમામ સ્થળે,10 ઓગસ્ટ બીજો શનિવાર તમામ સ્થળે,11 ઓગસ્ટ રવિવાર તમામ સ્થળે,15 ઓગસ્ટ સ્વતંત્રતા દિન તમામ સ્થળે,18 ઓગસ્ટ રવિવાર તમામ સ્થળે,19 ઓગસ્ટ રક્ષાબંધન તમામ સ્થળે,24-25 ઓગસ્ટ ચોથો શનિ-રવિવાર તમામ સ્થળે,26 ઓગસ્ટ જન્માષ્ટમી તમામ સ્થળે રજા રહેશે.