લોગ વિચાર :
નકલી અને મિલાવટી રીતથી તૈયાર થતી ખાનપાનની ચીજોથી સ્વાસ્થ્યને ગંભીર નુકસાન થાય છે અને ઘણીવાર આ બીમારી જીવલેણ પણ સાબિત થઇ શકે છે. ભારતમાં ખાનપાનની લગભગ તમામ ચીજોમાં મિલાવટ કરવામાં આવે છે.
વેપારીઓ વધારે નફો કમાવવા માટે લોટ, ચોખા, તેલ, દાળ, દૂધ, ખાંડ, ફળ, શાકભાજી અને મસાલા લગભગ દરેક ચીજોમાં મિલાવટી કરી રહ્યા છે અથવા નકલી રીતથી તૈયાર કરી રહ્યા છે.
આ પ્રકરણમાં તાજું ઉદાહરણ અલીગઢનું છે, જ્યાં અધિકારીઓએ મિલાવટી 3 ક્વિન્ટલ પેક્ડ લોટ સીલ કર્યો છે. આશ્વર્યની વાત એ છે કે, આ ફેક્ટરી લાઇસન્સ વગર ચાલી રહી છે.
આ ફેક્ટરીમાં પંચવટી ગોલ્ડ નામના પેકિંગમાં ઘઉંનો લોટ આવે છે. આ લોટમાં સેલખડી પથ્થર મિક્સ કરવામાં આવે છે. સેલખડી જેને ઘીયા પથ્થર તરીકે પણ ઓળખવામાં આવે છે તે સફેદ પથ્થર હોય છે, જેને પીસીને લોટમાં મિક્સ કરવામાં આવે છે.
ખાનપાનની ચીજોની ગુણવત્તા પર નજર રાખતી દેશની સૌથી મોટી ઓર્ગેનાઇઝેશન (FSSAI)ના નિયમોનું ઉલ્લંઘન થઇ રહ્યું છે, જેના કારણે લોકોના સ્વાસ્થ્યને જોખમ ઉભુ થઇ રહ્યું છે.
લોટની માત્રા વધારવા માટે નફાખોરો તેમાં સેલખડીનો પાઉડર મિક્સ કરે છે, સેલખડી એક સફેદ અથવા ભૂરા રંગનો પથ્થર છે જે કેલ્શિયમ સલ્ફેટથી બને છે. તેને એલાબાસ્ટર પણ કહેવામાં આવે છે, આ પથ્થરનો ઉપયોગ સજાવટના સામાન અને અન્ય કામોમાં કરવામાં આવે છે. આ સફદે રંગનો હોવાના કારણે વેપારીઓ તેને પીસીને લોટમાં મિક્સ કરી દે છે, જેની ઓળખ કરવી મુશ્કેલ છે.
સેલખડી મિલાવટવાળો લોટ ખાવાથી તમારાં આતરડાં, કિડની અને લિવર ડેમેજ થઇ શકે છે. આ પથ્થર સરળતાથી પચતો નથી તે કિડની અને આતરડાંમાં ચોંટી જાય છે અને ત્યાં જ એકઠા થઇ પથરી પણ બનાવી શકે છે. જેનાથી પાચન સિસ્ટમ ઠપ્પ થઇ જાય છે.
મિલાવટની ઓળખ કેવી રીતે કરશો?
FSSAI(2) અનુસાર, એક પારદર્શી ગ્લાસમાં પાણી લો પાણીની સપાટી પર એક ચમચી લોટ છાંટો શુદ્ધ ઘઉંનો લોટ પાણીની સપાટી પર વધારે ચોકર નહીં દેખાય મિલાવટી ઘઉંના લોટમાં પાણીની સપાટી પર વધારે સમય સુધી ચોકર તરતો દેખાશે.