લોગ વિચાર :
ભારતમાં હાથીઓની સંખ્યા વધુ છે અને જંગલનો નાશ થયો છે જેથી હાથીઓ ભોજનની શોધમાં ખેતરોમાં પહોંચી જાય છે અને જેનાથી લોકો અને હાથીઓ વચ્ચે સંધર્ષ વધ્યો છે.
ભારતમાં છેલ્લા પાંચ વર્ષમાં વીજળી પડવા, ટ્રેન અકસ્માતો, શિકાર અને ઝેરના કારણે 528 હાથીઓના મોત થયા હતા અને હાથીઓએ લોકો પર હુમલો કર્યો હતો જેમાં 2829 લોકોના મોત થયા હતા .
પર્યાવરણ મંત્રાલયના ડેટા દર્શાવે છે કે 2023 - 24 માં સૌથી વધુ 629 લોકોના મોત હાથીના હુમલામાં થયા હતા, ત્યારબાદ 2022માં 605 મોત નોંધાયા હતી. વસવાટની અછત અને જંગલનો નાશ, ભોજનની શોઘ વગેરે કારણોસર ભારતમાં માનવ-હાથીના સંઘર્ષમાં વધારો કર્યો છે. 2019 - 24 દરમિયાન હાથીઓએ માણસો પર હુમલા કર્યા.
જેમાં ઓડિશામાં સૌથી વધુ 624 હુમલાઓ નોંધાયા છે ત્યારબાદ ઝારખંડ 474, બંગાળ 436,આસામ 383,છત્તીસગઢ 303, તમિલનાડુ 256, કર્ણાટક 106 અને કેરળમાં 102 હુમલાઓ નોંધાયા હતા.
ભારતે છેલ્લા પાંચ વર્ષમાં 528 હાથીઓ ગુમાવ્યા છે, જેમાં 392 વીજ કરંટના કારણે અને 73 ટ્રેન અકસ્માતમાં , 50 શિકારીઓ દ્ગારા 13 ઝેરના કારણે મૃત્યુ પામ્યા હતા ભારતમાં હાથીઓ અને લોકોના સંધષેને ઓછો કરવા જાગરૂકતા અભિયાનો, નાંણાકીય સહાય અને વૈકલ્પિક પાક પ્રમોશન વગેરે પગલાં લેવામાં આવી રહ્યા છે.