લોગ વિચાર :
ભારતમાં દર વર્ષે 50000 લોકોનાં મૃત્યુ સાપ કરડવાથી થાય છે. ભારતીય જનતા પાર્ટીના સંસદસભ્ય રાજીવ પ્રતાપ રુડીએ આ વિશે ચિંતા વ્યક્ત કરી છે. ભારતમાં દર વર્ષે અંદાજે 40 લાખ જેટલા લોકોને સાપ કરડે છે અને એમાંથી 50000 લોકોનાં મૃત્યુ થાય છે.
સાપ કરડવાથી થતો મૃત્યુદર દુનિયામાં સૌથી વધુ ભારતમાં છે. ભારત માટે આ ચિંતાનો વિષય છે. એ માટે જરૂરી પગલાં લેવામાં આવે તો ઘણા લોકોના જીવ બચાવી શકાય છે. લોકોને જાગરૂક કરવાની સાથે તાત્કાલિક મેડીકલ ફેસીલીટી મળી રહે એ પણ એટલું જ જરૂરી છે.
મોટાભાગે મજુરીકામ કરતા લોકોને સાપ કરડવાના કિસ્સા વધુ બને છે. આથી કયા સાપ ઝેરી હોય છે અને કયા નથી હોતા એ માટે લોકોને જાગરૂક કરવા જરૂરી છે.