લેબનોન છોડવાનો ભારતીયોને આદેશ

લોગ વિચાર :

ઈઝરાયેલના હુમલામાં હિઝબુલ્લાહના ટોચના સૈન્ય કમાન્ડર ફૌદ શુક્રની હત્યા બાદ મીડલ ઈસ્ટમાં તણાવની સ્થિતિ બની ગઈ છે અને નવા યુદ્ધની શક્યતા વધારે દેખાય રહી છે.આ દરમિયાન, ભારતીય દૂતાવાસે તેના નાગરિકોને લેબનોન છોડવા કહ્યું છે.

ભારતીય દૂતાવાસે એક્સ પર એક પોસ્ટમાં જણાવ્યું હતું કે, આ દેશમાં તાજેતરની ઘટનાઓ અને સંભવિત જોખમોને ધ્યાનમાં રાખીને, ભારતીય નાગરિકોને લેબનાનની મુસાફરી ન કરવાની સખત સુચના આપવામાં આવે છે."

જે લોકો કોઈપણ કારણોસર ત્યાં રોકાયા છે તેઓને સાવચેતી રાખવાની સલાહ આપવામાં આવે છે, સાથે બેરુતમાં ભારતીય દૂતાવાસનો ઈમેલ : cons.beirutmea.gov.in અને ઈમરજન્સી ફોન નંબર +96176860126 પર પણ જારી કરવામાં આવ્યા છે

ઇઝરાયેલના હુમલામાં માર્યા ગયેલા હિઝબુલ્લાહના ટોચના લશ્કરી કમાન્ડર ફૌદ શુક્રનો મૃતદેહ બેરૂતમાં કાટમાળ નીચેથી મળી આવ્યો હતો.લેબનીઝ પીએમ નજીવ મિકાતીએ કહ્યું કે લેબનાન કોઈપણ હુમલાને રોકવા માટે તમામ જરૂરી પગલાં લેવાનો અધિકાર રાખે છે.

લેબનાનને ઇઝરાયલને ચેતવણી આપી છે કે જો તે તેના પ્રદેશ પર હુમલો કરશે તો તેને તેના ગંભીર પરિણામો ભોગવવાં પડશે, જેના કારણે તણાવ વધી ગયો છે.