ગિફ્ટ સિટી બાદ હવે સુરતના ડાયમંડ બુર્સમાં શરાબબંધીમાં છુટછાટો આપવા તૈયારી

લોગ વિચાર :

ગુજરાત સરકારે ગીફટ સીટીમાં શરાબબંધીમાં છુટછાટો જાહેર કર્યા બાદ હવે સુરતના ડાયમંડ બુર્સમાં પણ ‘દારૂની છુટ્ટ’ આપવાની વિચારણા શરૂ કરવામાં આવી છે.

સુરતમાં ડાયમંડ વ્યવસાયના હબ એવા ડાયમંડ બુર્સમાં મોટી સંખ્યામાં વિદેશી તથા અન્ય રાજયોના વ્યવસાયિકો-મહેમાનો આવતા હોવાને ધ્યાને રાખીને ત્યાં પણ શરાબ સંબંધી નિયમો હળવા કરવાની વિચારણા છે. વ્યવસાયિક દ્દષ્ટિકોણથી આ છુટ્ટછાટની વિચારણા છે.આ દરખાસ્તને સરકાર તરફથી લીલીઝંડી મળ્યા બાદ ડાયમંડ બુર્સમાં શરાબના વેચાણ તથા પીવાની છુટ્ટ સંબંધી નિયમો-માર્ગદર્શિકા ઘડવામાં આવશે.સૂત્રોએ કહ્યું કે નવુ કોઈ વિધ્ન ન સર્જાય તો આવતા બે મહિનામાં વિધિવત જાહેરાત કરી દેવામાં આવશે.

હીરાના વૈશ્ર્વિક હબ એવા સુરતના ડાયમંડ બુર્સમાં 4500થી વધુ ઓફિસો છે. હીરાના વેપારને જોર આપવા તથા ભારતને વૈશ્ર્વિક મજાક બનાવવાના ઉદેશ સાથે 2000 એકરમાં આ પ્રોજેકટ તૈયાર કરાયો હતો. વાત ડિસેમ્બરમાં તેનું ઉદઘાટન થવા છતાં હજુ લક્ષ્યાંક મુજબ પ્રોત્સાહન મળ્યું નથી.જેમ્સ એન્ડ જવેલરી એકસપોર્ટ પ્રમોશન કાઉન્સીલના પ્રાદેશિક ચેરમેન વિજય માંગુકીયાએ કહ્યું કેવૈશ્વિક રોકાણકારોને લક્ષ્યમાં રાખીને અમલી બનાવવામાં આવે તો વ્યવસાયિક ધોરણે ઘણુ ફળદાયી બની શકે છે.