બોગસ દસ્તાવેજો સાથે ભારતમાં પ્રવેશતા બાંગ્લાદેશીઓ ઝડપાયા

લોગ વિચાર :

બાંગ્લાદેશમાં હાલમાં ચાલી રહેલી અંધાધુંધી વચ્ચે કેટલાક બાંગ્લાદેશી લોકો કોઈ દસ્તાવેજ વિના કે બોગસ દસ્તાવેજો સાથે ભારતમાં ઘુસવાની કોશિષ કરી રહ્યા હોવાનો સનસનીખેજ ખુલાસો થયો છે.

આવો જ એક બાંગ્લાદેશી પરિવાર ભારતમાં ગેરકાયદે ઘુષણખોરી કરતા ઝડપાતા બીએસએફ હાઈ એલર્ટ પર આવી ગયું છે. વિભાગને અગાઉથી જ કેટલાક બાંગલાદેશી નિવાસીઓના નામ ઉપલબ્ધ કરાવાયા છે. જે આ રીતે ગેરકાયદે ઘુસવાના પ્રયાસ કરી શકે છે. જેની એક યાદી રાજયમાં વિભિન્ન સીમા ચોકીઓ પર તૈનાત બીએસએફ બટાલીયનોને પણ શેર કરાઈ છે.

સુત્રોએ જણાવ્યું હતું કે, એલર્ટ ત્યારે જાહેર કરવામાં આવ્યું જયારે એક બાંગલાદેશી દંપતીને તેના બાળકની સાથે મંગળવારે સાંજે ગેરકાયદે ભારતીય ક્ષેત્રમાં પ્રવેશ કરતા પકડી લેવામાં આવ્યા હતા અને બન્નેની પાસે બોગસ આધાર અને પાનકાર્ડ હતા.

પૂછપરછ દરમિયાન તેમણે સ્વીકાર્યુ હતું કે, તેમણે આ પ્રકારના બોગસ ભારતીય ઓળખના દસ્તાવેજો તૈયાર કરવા માટે ભારે માત્રામાં ખર્ચ કર્યો હતો. જેથી તેમના બાળકોની સારવાર ભારતીય હોસ્પીટલોમાં થઈ શકે.

બાંગલાદેશના રંગપુરના બે વ્યકિત ઈનામૂલ હક સોહેલ અને સંજીદા જીનત ઈલાહીની પૂછપરછ કરાઈ હતી. તેમણે કેટલાક દસ્તાવેજો પર હસ્તાક્ષણ કરાવવામાં આવેલા, ત્યારબાદ તેમને બાંગ્લાદેશ પાછા મોકલાયા હતા.

સીમા શુલ્ક વિભાગ અને સીમા સુરક્ષા દળ (બીએસએફ)ના અધિકારીઓને પશ્ચિમ બંગાળમાં ભારત બાંગલા દેશ સીમાથી બોગસ ભારતીય ઓળખ દસ્તાવેજોનો ઉપયોગ કરીને ગેરકાયદે ઘુસણખોરીના પ્રયાસોની સંભાવનાથી સતર્ક કરી દેવાયા છે.