તેજસ્વી રંગીન અને મોટી ચાંચવાળું પક્ષી ટુકન

લોગ વિચાર :

અમેરિકાના ઉષ્‍ણ કટીબંધીય વિસ્‍તારોમાં રહેનારા ટૂકૈન મોટી, જાડી અને ચમકીલા રંગોવાળી ચાંચના કારણે આખી દુનિયામાં ઓળખાય છે. તેની ચાંચ તેના શરીરના કદની સરખામણીમાં અસામાન્‍ય રીતે મોટી અને જાડી હોય છે. ટૂકૈન પરિવારમાં પ૦ પ્રજાતિઓ સામેલ છે. જેમાંથી ૧૧ પ્રજાતિઓ વૈશ્વિક ધોરણે જોખમમાં અથવા લૂપ્ત થવાના આરે છે. આ પક્ષી બીજ ફેલાવવામાં બહુ ઉપયોગી માનવામાં આવે છે.