રત્નજડિત રજત હિંડોળામાં રામલલાને પ્રતિષ્ઠિત કરાયા

લોગ વિચાર :

શ્રાવણ મહિનામાં પાંચમના પર્વે શ્રીરામ જન્મભૂમિમાં બિરાજમાન રામલલા અને તેમના ભાઈઓ સાથે રત્નજડિત રજત હિંડોળામાં બિરાજમાન કરવામાં આવ્યા હતા.

આ સાથે જ અહીં આ ઉત્સવનો આરંભ થયો હતો. આ તકે સાંસ્કૃતિક સંધ્યા પણ યોજાઈ હતી.

રામલલાના મુખ્ય પૂજારી આચાર્ય સત્યેન્દ્રદાસ શાસ્ત્રીએ જણાવ્યું હતું કે પ્રાત: કાળે ભગવાનનું પંચોપચાર પૂજન કરી તેમનો વિધિપૂર્વક શૃંગાર કરવામાં આવ્યો હતો અને ફળ-મિષ્ટાન વગેરેનો ભોગ લગાવી રામલલા અને તેમના ભાઈઓને રજત ઝુલા પર પ્રતિષ્ઠિત કરાયા હતા.