શહેર ભાજપ તમામ વોર્ડમાં ઘરે-ઘરે ત્રિરંગો લહેરાવી સ્વતંત્રતા દિવસની ઉજવણીનો પ્રારંભ કરશે

લોગ વિચાર :

આઝાદીના અમૃત મહોત્સવ અતંર્ગત દેશભરમાં આગામી તા.9 ઓગષ્ટ થી તા. 15 ઓગષ્ટ સુધી દરેક ઘરે ત્રીરંગાનો કાર્યક્રમ યોજવામાં આવનાર છે. ત્યારે તા. 13 થી તા. 15 ઓગષ્ટ સુધી દરેક ઘરે ત્રીરંગા નો કાર્યક્રમ યોજવામાં આવનાર છે. દેશનો સતાવાર ધ્વજ એ સમગ્ર દેશનું પ્રતીક છે. આ પ્રતીક એક જ ઈમેજમાં દેશના ભૂતકાળ, વર્તમાન અને ભવિષ્યને દર્શાવે છે. જેમ ધ્વજ દેશનું પ્રતિનિધિત્વ કરે છે તેમ આપણો રાષ્ટ્રધ્વજ ભારત દેશનું પ્રતિનિધિત્વ કરે છે.

રાજકોટ શહેર ભાજપ ધ્વારા ’હર ઘર તિરંગા” આગામી દિવસોમાં દેશભકિતનું વાતાવરણ ઉભુ કરવા શહેર ભાજપ દ્વારા પ્રચાર-પ્રસાર, દરેક વોર્ડમાં પ્રભાતફેરી, રાષ્ટ્રભકિતના ગીતો, મહાનગરમાં આવેલ મહાપુરૂષોની પ્રતિમાને પુષ્પાંજલી અને સ્મારકો પર સ્વચ્છતા અભિયાન, તિરંગા યાત્રા સહીતના કાર્યક્રમો યોજાનાર છે.

ત્યારે શહેર ભાજપ પ્રમુખ મુકેશ દોશીના માર્ગર્દશન હેઠળ અને શહેર ભાજપ દ્વારા દરેક વોર્ડમાં ઘરે ઘરે તીરંગા લગાવી આઝાદીનો માહોલ ઉભો કરવામાં આવશે. આ તકે શહેર ભાજપ પ્રમુખ મુકેશભાઈ દોશી, મહામંત્રી અશ્ર્વિન મોલીયા, ડો.માધવ દવે, વિરેન્દ્રસિંહ ઝાલાએ તમામ શ્રેણીના કાર્યકર્તાઓને તેમના વોર્ડમાં ઘરે ઘરે તિરંગા લગાવવા જણાવ્યું છે.