હવે શાકભાજીને રેફ્રિજરેટમાં રાખવાની જરૂર નથી, સ્વદેશી હર્બલ સ્પ્રેથી તરોતાજા રહેશે!

લોગ વિચાર :

ફળો અને શાકભાજીને હવે ફ્રીઝમાં રાખવાનું ભૂલી પણ જાવ તો કોઈ ચિંતા નથી કારણ કે વૈજ્ઞાનિકોએ એક એવો હર્બલ સ્પ્રે તૈયાર કર્યો છે જે કોઈપણ ખાદ્ય પદાર્થને ખરાબ થતો રોકવામાં કારગત નીવડે છે.

ખાદ્ય પદાર્થો પર એકવાર સ્પ્રે કરવા પર તે 24 કલાક સુધી કોઈપણ બેકિટરીયાનાં પ્રભાવમાં આવવાથી રોકશે. માનવ કે પશુના સ્વાસ્થ્ય પર આ સ્પ્રેની કોઈ સાઈડ ઈફેકટ નહીં થાય.

ભારતીય પશુ ચિકિત્સા અનુસંધાન સંસ્થાનનાં વૈજ્ઞાનિક ડો.રવિકાંત અગ્રવાલે જણાવ્યું હતું કે અમારે ત્યાં રસ્તાની સાઈડથી લઈને ઘરની અંદર સુધી ખાવાનો સામાન ખુલ્લામાં રહે છે.આ દરમ્યાન બેકિટરીયાનાં સંપર્કમાં આવીને તેના ખરાબ થવાની આશંકા વધુ રહે છે.

સંસ્થાનનાં વૈજ્ઞાનિકોની ટીમ ગત બે વર્ષથી એક હર્બલ સ્પ્રે બનાવવામાં કામ કરી રહી છે.

આવી રીતે તૈયાર કરાયો સ્પ્રે:
ડો.રવિકાંતે જણાવ્યું હતું કે સ્પ્રે તૈયાર કરવા માટે એન્ટી માઈક્રોબિયલ રેજીસ્ટેન્ટને ધ્યાનમાં રાખીને તેમાં મેટલના નેનો પાર્ટીકલ્સનો ઉપયોગ કરવામાં આવ્યો છે. સાથે 6 પ્રકારના હર્બલ પદાર્થનાં એએન્સિયલ ઓઈલનો ઉપયોગ કરી ફોર્મ્યુલા તૈયાર કરવામાં આવી છે.