ક્લાઈમેટ ચેન્જના કારણે થયેલા વિનાશથી વૈજ્ઞાનિકો થાક અને પીડા અનુભવે છે

લોગ વિચાર :

જલવાયુ પરિવર્તનના કારણે થઇ રહેલી તબાહીઓને લઇને દુનિયાભરમાં ચિંતા વધી રહી છે, પણ વૈજ્ઞાનિક આ વિષય પર સંશોધન કરી રહ્યા છે. તેઓ સામાન્ય જન કરતાં વધુ ચિંતિત છે તેમને લાગે છે કે સમય હાથથી નીકળતો જઇ રહ્યો છે અને આ ખતરાને રોકવા માટે હજુ કોઇ ઠોસ તો નથી થઇ શક્યું.

‘નેચર’ પત્રિકામાં જલવાયુ વૈજ્ઞાનિકોના આ માનસિક થાકને લઇને એક સંશોધન પ્રગટ થયું છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે વધતા જલવાયુ ખતરાને કારણે જલવાયુ વૈજ્ઞાનિકો અને વ્યાવસાયિકોને પોતાના દૈનિક કાર્યોમાં ગંભીર પર્યાવરણ ચિંતાનો સામનો કરવો પડે છે.

તેમાં સતત વધારો થઇ રહ્યો છે અને તે સામાન્ય વસ્તીમાં પણ માનસિક સ્વાસ્થ્ય સંબંધી વિકારોને બદતર બનાવી રહ્યું છે. યુવા વયસ્કોને ખાસ કરીને તે અસર કરી રહ્યું છે.

પૂર્વમાં 10 દેશોમાં 16-25 વર્ષની વયના 10 હજાર લોકો પર સર્વેક્ષણમાં લગભગ અડધાથી વધુ લોકોએ જણાવ્યું હતું કે જલવાયુ સંકટે તેમની નીંદર અને કામ કરવાની ક્ષમતાને અસર કરી છે.

આગથી જંગલ નષ્ટ થવાથી ઉંડુ દુ:ખ
ઓક્સફર્ડ વિશ્વ વિદ્યાલયમાં ઇકોલોજી તંત્રના સંશોધક એરિકા બેંરેંગુનરે આ ઘાતક બોઝના પરિણામોને અનુભવ્યું છે. તે એમેઝોનમાં વૃક્ષો પર આગની અસર પર અભ્યાસ કરે છે અને વર્ષા વનોને ઓછા થતાં જોવા મુશ્કેલ માને છે તેણે કહ્યું હતું કે પહેલીવાર મને ઉંડુ દુ:ખ 2015માં થયું હતું જ્યારે લગભગ 10 લાખ હેકટર જંગલ આગથી નષ્ટ થઇ ગયા હતા.

તે કહે છે કે હું દરરોજ ખેતરમાં સૂતી હતી અને સવારે ધુમાડા અને બળતા જંગલની રાખમાં ડૂબીને ઉઠતી હતી. ઘર પરત ફર્યા બાદ દુ:ખો અનુભવ થયો જે ત્યારથી દૂર નથી થયો. આપણે તેનાથી બચવાના કોઇ મજબૂત ઉપાય પણ નથી શોધી રહ્યા.