લોગ વિચાર :
દેશમાં ઓનલાઈન ડીજીટલ વ્યવહારોમાં મોટા વધારાની સાથોસાથ સાઈબર ફ્રોડમાં પણ મોટી વૃધ્ધિ થઈ રહી છે. ત્યારે ઓનલાઈન પેમેન્ટ સિસ્ટમમાં બદલાવ કરવાની દરખાસ્ત કરવામાં આવી છે.
ચાલુ વર્ષનાં પ્રથમ વાર મહિનામાં માત્ર ડીજીટલ એરેસ્ટ થકી જ સાઈબર માફીયાઓએ લોકોના 120 કરોડથી વધુ નાણાં લુંટી લીધા છે. નોકરી અપાવવા, લગ્ન કરાવવા, રોકાણ તથા વેરીફીકેશન સહીતનાં જુદા જુદા બહાને સાઈબર માફીયાઓએ સાત હજાર કરોડની છેતરપીંડી કરી છે જેને પગલે રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડીયા પણ ચિંતિત બની છે.
રિઝર્વ બેન્કનું એવુ માનવું છે કે ડીજીટલ પેમેન્ટમાં ડાયલ વેરીફીકેશન સીસ્ટમ લાગુ કરવામાં આવે તો લોકોને સાઈબર છેતરપીંડીથી બચાવી શકાશે. છેતરપીંડીના કેટલાંક કિસ્સા માત્ર ઓટીપી આધારીત હોય છે. એટલે આવા વ્યવહારોમાં ઓટીપી ઉપરાંત વધારાના વેરીફીકેશનનો નિયમ દાખલ કરવામાં આવે તો ઠગાઈને બ્રેક લાગી શકે છે.
સાઈબર માફીયાઓ હાલ ડીજીટલ છેતરપીંડીમાં આધાર વેરીફીકેશન કે તેને અપડેટ કરાવવા, બેંક ખાતાઓ કેવાયસી કરાવવાથી માંડીને અનેક બહાના હેઠળ લોકોને ચુનો ચોપડી રહ્યા છે.આજ રીતે ડીજીટલ એરેસ્ટ મારફત પણ મોટી રકમ પડાવી લે છે.
વર્તમાન સમયમાં મોટાભાગની બેંકો માત્ર ઓટીપી આધારીત પેમેન્ટની સુવિધા પ્રદાન કરે છે. પેમેન્ટ કલીયર કરતા પૂર્વે બેંક ગ્રાહકનાં રજીસ્ટર્ડ મોબાઈલ નંબર પર ઓટીપી જાય છે અને તેના આધારે પેમેન્ટ થાય છે.અમુક બેંકો રજીસ્ટર્ડ મેલ આઈડી પર ઓટીપી મોકલીને માત્ર ખરાઈ કરે છે વર્તમાન સીસ્ટમમાં સુધારા જરૂરી ગણાવાયા છે.
રિઝર્વ બેન્કનું એવુ કથન છે કે એક નિર્ધારીત કરતા વધુ રકમનું પેમેન્ટ હોય તો તે બાયોમેટ્રીક વેરીફીકેશન જરૂરી બનાવવામાં આવે છે. આ વ્યવહારમાં ગ્રાહકની સહમતી અનિવાર્ય બનાવવામાં આવે છે. ગ્રાહકો સંમતી આપીને બેંકમાં વેરીફીકેશન કરવુ પડશે તે ફીંગરપ્રિન્ટ આપે પછી જ પેમેન્ટ થશે. અમુક કિસ્સાઓમાં બેંકો તથા નોન-બેંકીંગ ફાઈનાન્સ કંપનીઓ પોતાની એપ મારફત બાયોમેટ્રીક સુવિધા પ્રદાન કરે છે.
► કમીટીની ભલામણો
*ઓટીપી ઉપરાંત પાસવર્ડ પાસ ફ્રેઝ તથા પિન મારફત વેરીફીકેશન
* બેંકો વૈક્લ્પીક વેરીફીકેશન માટે કાર્ડ હાર્ડવેર-સોફટવેર ટોકનનો ઉપયોગ કરે
* ફાઈનલ પેમેન્ટ માટે ફીંગરપ્રિન્ટ અથવા બાયોમેટ્રીક જેવો વિકલ્પ અપાય
* ક્રેડીટ કાર્ડ પેમેન્ટમાં 1 લાખ તથા અન્ય રીતે 15 હજારથી વધુનાં પેમેન્ટમાં ઈ-પેમેન્ટ અનિવાર્ય છે.
* તમામ વ્યવસ્થા માટે બેંકો સીસ્ટમમાં ફેરફાર કરે છે.
* નવા નિયમો લાગુ કરવા બેંકો તથા નોન-બેંકીંગ ફાઈનાન્સ કંપનીઓને ત્રણ મહિનાનો સમય આપવામાં આવે.