લોગ વિચાર :
શ્રાવણ સુદ પુનમને સોમવાર તા.19 દિવસે રક્ષાબંધન છે. તથા આ જ દિવસે શ્રાવણી પર્વ પણ છે આથી ભુદેવો તથા અન્ય જે લોકો યજ્ઞોપવિત ધારણ કરે છે તેઓ એ આ જ દિવસે યજ્ઞોપવિત એટલે કે જનોઈ વિધિસર બદલાવાની રહેશે
રક્ષાબંધનના દિવસે બપોરે 1.31 શુધી વિષ્ટી કરણ હોતા રાખડી બાંધવા માટે વિષ્ટિ કરણ ને દોષ કારક માનવામાં આવે છે આથી બપોર ના 1.31 પછી રાખડી બાંધવી શુભ રહેશે જ્યારે જનોઈ બદલાવા માટે વિષ્ટી કરણ દોષ કારક ગણાતું નથી આથી સોમવારે સવારે જનોઈ બદલાવી શુભ રહેશે.
ચોઘડિયા પ્રમાણે રાખડી બાંધવાનો શુભ:- સમય દિવસના ચોઘડિયા :- ચલ લાભ અમૃત બપોરે 2.26 થી સાંજે 7.15 સુધી રાત્રે પ્રદોષ કાળ નો શુભ સમય રાત્રે 7.14 થી 9.28 જનોઈ બદલાવવા માટે શુભ હોરા ની યાદી સવારે ચંદ્ર હોરા 6.27 થી 7.30 ગુરુ હોરા 8 .35 થી 9.39 બુધ તથા શુક્ર ની હોરા બપોરે 11.46 થી 1.53 રક્ષાબંધનની સાથે નાળિયેરી પુનમ,હયગ્રિવ જયંતી તથા જનોઈ બદલવા માટેનો પણ શુભ દિવસ છે.
રક્ષાબંધનની વિધિ: રક્ષાબંધનના દિવસે બહેનોએ શુભ સમયે એક થાળીમાં વસ્ત્ર પાથરી કંકુ-ચંદન, ચોખા, મીઠાઈ રાખવી. ત્યારબાદ સૌપ્રથમ ગણપતિદાદા ને દિવો કરી કંકુથી ચાંદલો ચોખા કરવા તથા શ્રીકૃષ્ણ ભગવાનને ચંદનનો ચાંદલો, ચોખા કરવા ભગવાનને રાખડી પહેરાવી પોતાની રક્ષા માટેની પ્રાર્થના કરવી.
ત્યારબાદ ભગવાનને મીઠાઈ અર્પણ કરવી. ત્યારબાદ પોતાના ભાઈને ચાંદલો ચોખા કરી જમણા હાથે રાખડી બાંધી મીઠુ મોઢુ કરાવી દુખણા લેવા. પૌરાણીક કથા અનુસાર કુંતા માતાએ અભિમન્યુને રાખડી બાંધી હતી.
મેવાડની રાણી કર્ણાવતીએ હુમાયુને રક્ષાબંધનની રાખડી મોકલી ધર્મનો ભાઈ બનાવ્યો હતો. એક અન્ય કથા અનુસાર શિશુપાલના વધ સમયે શ્રીકૃષ્ણ ભગવાન ને આંગળીમાં લાગે છે. ત્યારે દ્રૌપદીજીએ પોતાની સાડી ફાડી અને શ્રીકૃષ્ણ ભગવાનની આંગળીમાં બાંધે છે અને ભગવાને પણ દ્રૌપદીજીની રક્ષા કરેલી. આ દિવસે સાગર ખેડુ, માછીમારો દરીયામાં શ્રીફળ પધરાવીને દરિયાનું પુજન કરે છે.