લોગ વિચાર :
આરજીક મેડિકલ કોલેજની ઘટનાને લઈને સમગ્ર વિશ્વમાં આક્રોશ ફેલાયો છે. ન્યુયોર્ક સિટીના ટાઈમ્સ સ્ક્વેરથી લઈને કેનેડા સુધી, બ્રિટનથી લઈને જર્મની અને બાંગ્લાદેશ સુધી, કોલકાતાની ઘટનાને લઈને સમગ્ર વિશ્વમાં ગુસ્સો છે. ડોક્ટરના ન્યાય માટે લડતાં કોલકાતાના લોકો સાથે એકતા દર્શાવવા માટે વિશ્વભરમાં વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યાં હતાં.
14 ઓગસ્ટના રોજ ટાઈમ્સ સ્ક્વેર ખાતે મધ્યરાત્રિના વિરોધમાં 40 લોકો એકઠા થયાં હતાં. લેક હોલીવુડ પાર્કમાં પ્રદર્શનમાં લગભગ 250 ભારતીયો જોડાયાં હતાં. શિકાગોમાં, બંગાળી સમુદાયે ગુરુવારે વિરોધ-કમ-સભાનું આયોજન કર્યું હતું. 14 ઓગસ્ટના રોજ એટલાન્ટામાં આશરે 150 લોકો એકઠાં થયાં હતાં., જર્મનીમાં વસતાં બંગાળી સમુદાયના લગભગ 35 સભ્યો, તેમના બિન-બંગાળી મિત્રો સાથે, વિરોધ માટે એકઠાં થયાં હતાં.
14 ઓગસ્ટના રોજ યુકેના લીડ્સમાં ક્રાઉન પોઈન્ટ શોપિંગ સેન્ટર ખાતે બ્લેક પોશાક પહેરી વિરોધ દર્શાવ્યો હતો. અમૃતા રોયે કહ્યું હતું કે, ’હું દુ:ખી છું અને ગુસ્સે છું. અમે સંપૂર્ણપણે કાળાં કપડાં પહેર્યાં હતાં અને આ મુદ્દે બોલતા પહેલાં એક મિનિટનું મૌન પાળ્યું હતું.
લંડનમાં અનેક સ્થળોએ વિરોધ થયાં હતાં બંગાળ અને યુકેમાં કામ કરતાં ભારતના અન્ય ભાગોના ડોકટરોએ બુધવારે માન્ચેસ્ટરમાં વિરોધ પ્રદર્શનનું આયોજન કર્યું હતું, કેમ્બ્રિજના નિયોનેટોલોજિસ્ટ અને લંડનમાં ટ્રિનિટી ચર્ચ, એડિનબર્ગમાં પ્રિન્સેસ સ્ટ્રીટ અને પોલેન્ડના ક્રાકોવના મુખ્ય ચોકમાં પ્રદર્શન થયાં હતાં.
કેનેડાના થિસલટાઉન કોમ્યુનિટી સેન્ટર ખાતે મીણબત્તી પ્રગટાવી જાગરણનું આયોજન કરવામાં આવ્યું હતું, જ્યારે ઘણા લોકો ઓસ્ટીનના એલિઝાબેથ મિલબર્ગ પાર્ક ખાતે એકઠાં થયાં હતાં.
એશલેન્ડ, મેસેચ્યુસેટ્સ અને નજીકના નગરો હોપકિંટન અને હોલીસ્ટનમાં બંગાળી સમુદાયે એક કાર્યક્રમનું આયોજન કર્યું હતું. ઢાકા યુનિવર્સિટીમાં વિદ્યાર્થીનીઓએ આરજીકરની ઘટનાનો વિરોધ કર્યો હતો.