જો ડોક્ટરો ફરજ પર પાછા નહીં ફરે તો તેમને ગેરહાજર ગણવામાં આવે : સુપ્રીમ કોર્ટ

લોગવિચાર :

આરજીકર મેડિકલ કોલેજ- હોસ્પિટલની ઘટનાનો વિરોધ કરી રહેલાં ડોકટરોને ફરજ ફરી શરૂ કરવા, એસ.સી.એ કહયું હતું. કોર્ટે કહ્યું હતું કે  ફરજમાંથી ગેરહાજર રહેવા બદલ ડોકટરોને ગેરહાજર ગણવામાં આવશે અને તેઓને તાત્કાલિક ફરજ શરૂ કરવા પણ સુચવ્યું હતું.

પરંતું સુપ્રીમ કોર્ટે અધિકારીઓને 11 દિવસના સમયગાળા દરમિયાન જ્યારે તેઓએ હોસ્પિટલોને જાણ કરી ન હતી તે માટે નિર્દેશ આપવાનો ઇનકાર કર્યો હતો.

દિલ્હી એઈમ્સ અને અન્ય પ્રતિષ્ઠિત સરકારી હોસ્પિટલો સહિત દેશભરના રેસિડેન્ટ ડોકટરોએ વકીલ દ્વારા ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચુડ અને જસ્ટિસ જેબી પારડીવાલા અને મનોજ મિશ્રાની બેંચને ફરિયાદ કરી હતી કે સત્તાવાળાઓ વિરોધ કરી રહેલા ડોકટરોની ગેરહાજરી માટે તેમને હાજરી આપવાનો ઇનકાર કરી રહ્યાં છે. દાવો કર્યો કે કેટલાક તો તેમને પરીક્ષામાં પણ બેસવા દેતા નથી.

બેન્ચે કહ્યું હતું કે, "20 ઑગસ્ટે અમે ખાતરી આપી હતી કે રેસિડેન્ટ ડોક્ટરોની ચિંતા પર સુપ્રીમ કોર્ટનું સૌથી વધુ ધ્યાન આપવામાં આવી રહ્યું છે. અમે તેમની સમસ્યાઓના ઉકેલ શોધવા માટે એક રાષ્ટ્રીય ટાસ્ક ફોર્સની રચના કરી છે.

જો કોઈ દર્દી ડોક્ટરની ગેરહાજરીને કારણે એક તારીખ ચૂકી જાય તો એઈમ્સ જેવી હોસ્પિટલોમાં તેમને બે વર્ષ પછી આગળનો સ્લોટ મળે છે, તેથી ગરીબ દર્દીઓ હાલાકી ભોગવે છે .”

બેન્ચે જણાવ્યું હતું કે "જો ડોકટરો ફરજ પર ન હોય, તો તેઓને ગેરહાજર તરીકે ચિહ્નિત કરવામાં આવશે. તેમને ફરજ પર પાછા ફરવા માટે કહો અને અમે ખાતરી કરીશું કે તેમની સામે કોઈ પ્રતિકૂળ પગલાં લેવામાં નહીં આવે,"

સુપ્રીમ કોર્ટે ડોકટરોને ખાતરી આપી હતી કે ડોકટરોની સલામતી માટે રાષ્ટ્રીય કાર્ય યોજના ઘડતી વખતે નેશનલ ટાસ્ક ફોર્સ દ્વારા તેમના પ્રતિનિધિઓને સાંભળવામાં આવશે.