લોગવિચાર :
જળપ્રલયનો ભોગ બનેલા વડોદરામાં મોટા પ્રમાણમાં રાહત કામગીરી શરૂ કરવામાં આવી છે. વિશ્વામિત્રી નદી તથા વરસાદનાં પાણી ઉતરતા જ ઠેકઠેકાણે મગરમચ્છ દેખાતા લોકોમાં ફફડાટ છે.
સામાન્ય રીતે સૌથી લાંબો મગરમચ્છ 20 ફૂટનો હોય છે વડોદરામાં 15 ફૂટ લાંબો મગર મળ્યો હતો જેની ઉંચાઈ મકાનના બે માળ સુધી થવા જાય છે. આ સિવાય મકાનની અંદર, ઘરની છત, પાર્ક કરેલી કારની નીચે જેવા સ્થાનોએથી મગરમચ્છ જોવા મળ્યા હતા.
ચાર દિવસમાં 23 મગર તથા 80 સરિસૃપોનું રેસ્કયુ કરાયુ હતું. વિશ્વામિત્રી નદીમાં 300 મગર હોવાનું અનુમાન છે. મોટી સંખ્યામાં તે શહેરમાં ઘૂસી આવતા લોકો ભયભીત બન્યા હતા.