હવે તિરુપતિ મંદિરમાં પ્રસાદ લેવા માટે આધાર કાર્ડ જરૂરી

લોગવિચાર :

તિરુમાલા તિરુપતિ દેવસ્‍થાનમ (TTD) બોર્ડે તિરુપતિ વેંકટેશ્વર મંદિરમાં પ્રસાદ તરીકે ચઢાવવામાં આવતા લાડુ મેળવવા માટે નવી વ્‍યવસ્‍થા કરી છે. બોર્ડના એડિશનલ એક્‍ઝિકયુટિવ ઓફિસર વેંકૈયા ચૌધરીએ જણાવ્‍યું હતું કે જે ભક્‍તો પાસે ભગવાનના દર્શન માટે ટિકિટ નથી તેમના માટે આધાર નોંધણીની વ્‍યવસ્‍થા કરવામાં આવી છે. આવા ભક્‍તોએ લાડુનો પ્રસાદ લેવા માટે તેમના આધાર કાર્ડની નોંધણી કરાવવી પડશે. ટિકિટ લઈને આવનારા ભક્‍તોને આધાર નોંધણીની જરૂર નહીં પડે.

TTD (તિરુમાલા તિરુપતિ દેવસ્‍થાનમ)ના અધિક કાર્યકારી અધિકારી વેંકૈયા ચૌધરીએ માહિતી આપી છે કે લાડુ કોમ્‍પ્‍લેક્‍સમાં વિશેષ કાઉન્‍ટર બનાવવામાં આવ્‍યા છે, જ્‍યાં શ્રદ્ધાળુઓ ફક્‍ત કાઉન્‍ટર નંબર ૪૮ અને ૬૨ પર લાડુ મેળવી શકે છે. ટોકન અથવા દર્શન માટે ટિકિટ ધરાવતા ભક્‍તો પહેલાની જેમ એક મફત લાડુ મેળવવા સિવાય વધારાના લાડુ પણ ખરીદી શકે છે, એમ તેમણે જણાવ્‍યું હતું. આ ઉપરાંત જે ભક્‍તો પાસે દર્શન ટિકિટ કે ટોકન નથી તેઓને આધાર કાર્ડ રજીસ્‍ટ્રેશન સાથે બે લાડુ વેચવામાં આવશે