લોગવિચાર :
નાસાના આંતર રાષ્ટ્રીય અંતરીક્ષ સ્ટેશન (આઈએસએસ) પર લાંબા સમય સુધી રહેતા યાત્રીઓના આંતરડા અને લીવર સંકોચાઈ શકે છે. એક નવા અભ્યાસમાં વૈજ્ઞાનિકોએ આ દાવો કર્યો છે. વૈજ્ઞાનિકોનાં અનુસાર અંતરીક્ષમાં રહેનાર યાત્રીઓમાં બિમારીઓ સામે લડવાની ક્ષમતા ઘટી જાય છે. સાથે સાથે પાચન શકિત પર પણ અસર પડે છે.
કેનેડાનાં મેકગિલ વિશ્વ વિદ્યાલયનાં સંશોધકોએ આ અધ્યયન કર્યું છે. ઉલ્લેખનીય છે કે હાલમાં ભારતીય મુળની સુનિતા વિલીયમ્સના સંશોધકોએ આ અધ્યયન કર્યુ છે.
ઉલ્લેખનીય છે કે, હાલમાં ભારતીય મુળની સુનિતા વિલીયમ્સ છેલ્લા 90 દિવસથી અંતરીક્ષમાં ફસાઈ છે. નાસાના જણાવ્યા મુજબ તે આવતા વર્ષે ફેબ્રુઆરી 2025 પહેલા ધરતી પર પરત ફરી શકે તેમ નથી. આ પરિસ્થિતિમાં આ અધ્યયન ઘણુ મહત્વનું છે કે જેમાં અંતરીક્ષમાં લાંબા સમય સુધી રહેવાની અસર બહાર આવી છે.
અંતરીક્ષમાં લાંબો સમય રહેવાથી શરીર પર અનેક અસર થાય છે. અંતરીક્ષમાં ગુરૂત્વાકર્ષણ બળ ઓછુ હોવાથી સ્પેસ સિકનેસનાં લક્ષણો અનુભવાય છે. જેથી તેમને માથામાં દુ:ખાવો ઉલટી થતા હોય છે.
આ ઉપરાંત આંતરડા સંકોચાય છે. આંખોની નસો પર દબાણ આવવાથી દેખાવાનું બંધ થાય છે. અધ્યયન દરમ્યાન ઉંદરો પર પ્રયોગ કરાયો હતો. તેમના આંતરડા, કોલન, લીવરમાં ફેરફાર દેખાયા હતા. આ અભ્યાસથી અંતરીક્ષ યાત્રા દરમ્યાન સુરક્ષા ઉપાયો વિકસીત કરવામાં મદદ મળશે.