પોરબંદરના દરિયામાં કોસ્ટગાર્ડનું હેલિકોપ્ટર ક્રેશ લેન્ડીંગ : બે પાયલોટ સહિત 3 લાપત્તા

લોગવિચાર :

સૌરાષ્ટ્ર સહિત ગુજરાતમાં વરસાદ અને પુર સંબંધીત રાહત કાર્યમાં રોકાયેલમાં ભારતીય કોસ્ટ ગાર્ડનું એક હેલીકોપ્ટર આજે પોરબંદરના દરિયા કિનારા નજીક ટેકનીલક ક્ષતિ સર્જાતા સમુદ્રમાં જ લેન્ડીંગ કર્યું હતું. જેમાં હેલીકોપ્ટરમાં સવાર કોસ્ટગાર્ડના બે જવાન અને એક ડાઇવર સમુદ્રમાં ગુમ થયા છે.

જ્યારે એક ક્રુમેમ્બરનો બચાવ થયો છે. કોસ્ટગાર્ડના જણાવ્યા પ્રમાણે રાત્રિના 11 કલાકે આ દુર્ઘટના બની હતી.  રાજ્યમાં પુર સંબંધીત રાહત અને બચાવ કામગીરીમાં કોસ્ટગાર્ડને પણ જોડવામાં આવ્યું છે. જેમાં પોરબંદર કોસ્ટગાર્ડ મથકના હરિ લીલા ઓઇલ ટેન્કર જહાજ પર એક ક્રુમેમ્બર  સ્વાસ્થ્ય લથડતા તેને લેવા માટે આ હેલિકોપ્ટર રવાના થયું હોવાનું બહાર આવ્યું છે.

રાત્રિના ઉડાન દરમ્યાન અચાનક તે હવામાં ગડથોલીયા ખાવા લાગ્યું હતું અને તે સમુદ્રમાં ક્રેસ્ટ થવાની તૈયારીમાં હતું તે સમયે જ સમુદ્રની સપાટી પર પાયલોટે તેને ઉતારવાની કોશિષ કરી આ દરમ્યાન હેલીકોપ્ટરમાં સવાર ભારતીય કોસ્ટગાર્ડના બે પાયલોટ અને રેસ્ક્યુ ટીમના એક ડાઇવર લાપત્તા બન્યા છે અને તેમની શોધ માટે ચાર જહાજો અને બે રેસ્કયું વિમાનોને ઓપરેશનમાં જોડવામાં આવ્યા છે.

કોસ્ટગાર્ડ દ્વારા સૌરાષ્ટ્ર અને ગુજરાતમાં કુલ 67 લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું આ દુર્ઘટના થઇ ત્યારે હેલીકોપ્ટરે એક જહાજ પર લેન્ડીંગ કરવાનું હતું અને તે દરમ્યાન જ આ દુર્ઘટના સર્જાઇ છે. ભારતીય નૌકાદળને પણ એલર્ટ કરવામાં આવ્યું છે અને આ લખાય છે ત્યાં સુધી હજુ સુધી કોઇ લાપત્તાના ભાળ મળી નથી.