ભારતની પ્રથમ 'વંદે મેટ્રો'નું નામ બદલીને 'નમો ભારત રેપિડ રેલ' રાખવામાં આવ્યું

લોગવિચાર :

વડાપ્રધાન નરેન્દ્ર મોદી 17 સપ્ટેમ્બરે તેમનાં જન્મદિવસે ભુજ અને અમદાવાદ વચ્ચેની પ્રથમ ’વંદે મેટ્રો’ને લીલી ઝંડી આપશે, જેનું નામ હવે બદલીને ’નમો ભારત રેપિડ રેલ’ રાખવામાં આવ્યું છે. તેઓ અમદાવાદ અને ગાંધીનગરને જોડતી મેટ્રો રેલ સેવાનાં બીજા તબક્કાનું પણ લોકાર્પણ કરશે અને કચ્છમાં અનેક સોલાર પ્રોજેક્ટનું કરશે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ભુજ અને અમદાવાદ વચ્ચે ભારતની પ્રથમ ’વંદે મેટ્રો’ સેવાઓ શરૂ કરવા માટે તૈયાર છે. લોન્ચિંગ પહેલાં, રેલ્વે મંત્રાલયે આ ટ્રેનનું નામ બદલીને ’નમો ભારત રેપિડ રેલ’ કરવાનો નિર્ણય લીધો છે. વધુમાં મોદી અમદાવાદ અને ગાંધીનગરને જોડતી મેટ્રો રેલ સેવાના બીજા તબક્કાનું લોકાર્પણ કરશે અને મેટ્રો ટ્રેનમાં સવારી પણ કરશે.

મંત્રાલયે જણાવ્યું કે, મુસાફરો માટે, તેની નિયમિત સેવા 17 સપ્ટેમ્બરથી અમદાવાદથી શરૂ થશે અને કુલ મુસાફરીનો ખર્ચ 455 રૂપિયા થશે. જ્યારે અન્ય મેટ્રો માત્ર ટૂંકા અંતરને આવરી લે છે, ત્યારે વંદે મેટ્રો ટ્રેનો શહેરોથી શહેરોને જોડશે.

દેશમાં સંચાલિત વંદે મેટ્રો અને અન્ય મેટ્રોની વ્યાપક ઝાંખી આપતાં મંત્રાલયે જણાવ્યું હતું કે, "વંદે મેટ્રો મહત્તમ 110 કિમીની ઝડપે ચાલે છે, જે મુસાફરોને ઝડપથી એક સ્થળથી બીજા સ્થળે પહોંચાડશે અને તેનું ભાડું પણ વ્યાજબી હશે.

મંત્રાલયે જણાવ્યું કે, "એર્ગોનોમિકલી ડિઝાઈન કરેલી સીટો, સંપૂર્ણ એર-કન્ડિશન્ડ કેબિન અને મોડ્યુલર ઈન્ટિરિયર્સ સાથે, વંદે મેટ્રો ચોક્કસપણે અન્ય મેટ્રો કરતાં શ્રેષ્ઠ સાબિત થાય છે."તેનાં સલામતી પાસાઓ પર પ્રકાશ પાડતાં, રેલ્વે મંત્રાલયે જણાવ્યું હતું કે વંદે મેટ્રો ઇમરજન્સી લાઇટ્સ સાથે અથડામણ નિવારણ અને એરોસોલ આધારિત ફાયર સપ્રેશન માટે કવચ જેવી અદ્યતન સુરક્ષા પ્રણાલીઓથી સજ્જ છે.

મંત્રાલયનાં જણાવ્યાં અનુસાર, તે દિવ્યાંગજન માટે ખાસ શૌચાલય, સંપૂર્ણ સીલબંધ લવચીક ગેંગવે અને ભોજન સેવા જેવી સુવિધાઓ સાથે ડિઝાઇન કરવામાં આવી છે. તેની શ્રેષ્ઠ ટેક્નોલોજી પર ભાર મૂકતાં, મંત્રાલયે કહ્યું કે વંદે મેટ્રોમાં સ્લંગ પ્રોપલ્શન અને અદ્યતન બ્રેકિંગ સિસ્ટમ સહિતની અદ્યતન તકનીકનો સમાવેશ થાય છે, જે મુસાફરીને સરળ આરામદાયક અને સુરક્ષિત બનાવશે.

"1150 મુસાફરો માટે બેઠક સાથે 12 કોચ ધરાવતી, વંદે મેટ્રો ઘણી નવીન સુવિધાઓ પ્રદાન કરે છે. તે શહેરી મેટ્રો ટ્રેનોની જેમ ડબલ-લીફ ઓટોમેટિક સ્લાઇડિંગ દરવાજા ધરાવે છે, અને સંપૂર્ણ સીલબંધ લવચીક ગેંગવે આપે છે .

મંત્રાલયના જણાવ્યા અનુસાર, પરંપરાગત ઉપનગરીય ટ્રેનો અને મેટ્રો કોચમાંથી નોંધપાત્ર સુધારો એ વંદે મેટ્રોની મોડ્યુલર ડિઝાઇન છે જેમાં ઇજેક્ટર-આધારિત વેક્યૂમ ઇવેક્યુએશન ટોઇલેટનો સમાવેશ થાય છે. વંદે મેટ્રો 150 કિમીની ત્રિજ્યામાં શહેરોને જોડવા માટે ડિઝાઇન કરવામાં આવી છે, જે લગભગ 3 થી 4 કલાકની કાર્યક્ષમ અને આરામદાયક મુસાફરી પૂરી પાડે છે.

મંત્રાલયે જણાવ્યું હતું કે "વંદે મેટ્રો સરળ એક છેડે થી બીજા છેડા સુધી મુસાફરોની અવરજવરની સુવિધા આપે છે અને વ્યક્તિગત કોચમાં ભીડ ઘટાડે છે. વંદે ભારત ટ્રેનોની જેમ જ અર્ધ-કાયમી કપલર્સ આંચકા વિના મુસાફરીનો અનુભવ પ્રદાન કરશે.

મુસાફરોને લાભદાયક સુવિધાઓ વિશે વાત કરતાં, મંત્રાલયે જણાવ્યું હતું કે વંદે મેટ્રોમાં આધુનિક સુવિધાઓ છે, જેમાં ટાઇપ-સી અને ટાઇપ-એ બંને આઉટલેટ્સ સાથે મોબાઇલ ચાર્જિંગ સોકેટ્સ, સુરક્ષા માટે ઈઈઝટ સર્વેલન્સ અને દરવાજાની ઉપર રૂટ-મેપ સૂચકાંકોનો સમાવેશ થાય છે. એલઈડી લાઇટિંગ સાથે ટોક-બેક સિસ્ટમથી મુસાફરો ઈમરજન્સીની સ્થિતિમાં ડ્રાઇવર સાથે વાતચીત કરી શકે છે.

અમદાવાદ-ભુજ નમો ભારત રેપીડ રેલ 5.45 કલાકમાં અંતર કાપશે
આવતીકાલેથી અમદાવાદ-ભુજ-અમદાવાદ વચ્ચે નમો ભારત રેપીડ રેલનો પ્રારંભ થઇ રહ્યો છે જે આ બંને શહેરો વચ્ચેનું 359 કિ.મી.નું અંતર 5.45 કલાકમાં કાપશે અને 9 સ્ટેશન પર ઉભી રહેશે. રેલવે પ્રવકતાના જણાવ્યા મુજબ તેનું ભાડુ રૂા.455 હશે. કુલ 12 કોચ તેમાં લગાવાયા છે. 1150 યાત્રિકો સફર કરી શકશે અને ટ્રેન સવારે 5.50 કલાકે ભૂજથી રવાના થશે અને 10.50 કલાકે અમદાવાદ પહોંચશે.

સાંજે 5-30 કલાકે અમદાવાદથી રવાના થઇ રાત્રીના 11-30 કલાકે ભૂજ પહોંચશે. સપ્તાહમાં 6 દિવસ ટ્રેન દોડશે અને વધુને વધુ 110ની રફતારથી દોડશે. સંપૂર્ણ ટ્રેન એસી છે અને મુસાફરોની સુવિધા મુજબ ભોજન અને નાસ્તો અપાશે.