ગુંદાવાડીમાં સોની પરિવારના 9 સભ્યોનો સામૂહિક આત્મહત્યાનો પ્રયાસ

લોગવિચાર :

રાજકોટના ગુંદાવાડીમાં રહેતા સોની પરિવારના નવ સભ્યોએ આજે સવારે 11:00 વાગ્યા આસપાસ પોતાના ઘરે જેવી દવા પી લેતા તમામને તત્કાલ રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા મુંબઈની પેઢીને આપેલ સોનાના બદલામાં પોણા ત્રણ કરોડ રૂપિયાનું પેમેન્ટ અટકી જતા સોની પરિવાર ભીષ્મ આવી ગયો હતો અને આ પગલું ભરી લીધું હતું.

સિવિલ હોસ્પિટલના સૂત્રોમાંથી જાણવા મળતી માહિતી મુજબ, સવારે 11:30 વાગ્યા આસપાસ લલીતભાઈ વલ્લભભાઈ આડેસરા (ઉ.વ.72), મીનાબેન લલિતભાઈ આડેસરા (ઉ.વ.64), ચેતનભાઇ લલિતભાઈ આડેસરા (ઉ.વ.45), દિવ્યાબેન કેતનભાઇ આડેસરા (ઉ.વ.43), જય ચેતનભાઇ આડેસરા (ઉ.વ.21), વિશાલ લલિતભાઈ આડેસરા (ઉ.વ.43),  સંગીતાબેન વિશાલભાઈ આડેસરા (ઉ.વ.42), વંશ વિશાલભાઈ આડેસરા (ઉ.વ.15),   હેતાન્શી વિશાલભાઈ (ઉ.વ.7) (રહે. તમામ યમુના કુંજ મકાન, ગુંદવાડી શેરી નં.26, ગોવિંદપરા પાછળ, રાજકોટ)ને હોસ્પિટલના ઇમર્જન્સી રૂમમાં ખસેડવામાં આવ્યા હતા. તમામે ઝેરી દવા પીધી હોવાની જાણ થતાં જ સિવિલ હોસ્પિટલમાં દોડધામ મચી ગઈ હતી.

ડોકટરોએ તુરંત સારવાર શરૂ કરી હતી.ચેતનભાઈએ જણાવ્યું કે, આજે સવારે અગિયાર વાગ્યા આસપાસ પોતાના ઘરે ઉધઈ મારવાની ઝેરી દવા પી લીધી હતી. મુંબઈના વેપારી પેઢીના વિજય કૈલાસજી રાવલ, મહેન્દ્રભાઈ, પ્રશાંતભાઈ, નિર્મલ આ બધા મુંબઈ રહે છે. જેને 4 કિલો 22 કેરેટ સોનું જેની કિંમત આશરે પોણા ત્રણ કરોડ થાય 11 મહિના પહેલા સોનાનો માલ બનાવીને આપ્યો હતો. પાર્સલથી માલ મોકલતા હતા. જેનું પેમેન્ટ આરોપીઓએ આપ્યું નહોતું.

જેથી ઉછીના પૈસા લઈને ઘર ચલાવતા હતા. મૂળ ધ્રોલના પરિવારને સોની બજારના ખત્રીવાડમાં ચેતન આડેસરા નામે સોનાના વેપારની પેઢી છે, મુંબઈના વેપારી સહિતની ટોળકી સામે પગલાં લેવા અગાઉ પોલીસમાં રજુઆત કરી હતી.

જોકે, આરોપીઓ તમે મુંબઈ આવીને પેમેન્ટ લઈ જાવ તેવા ખોટા બહાના આપતા હતા. એ પછી છેલ્લે 15 દિવસનો વાયદો આપ્યો હતો પણ આ દિવસો પણ વીતી જતા પેમેન્ટ ન આવતા મુંબઈની પેઢીને સોનુ આપ્યા બાદ એકાદ વર્ષથી પેમેન્ટ કરવા બહાના બનાવતા આર્થિક ભીંસમાં આવી ગયેલ પરિવારે પગલું ભર્યું હતું. જોકે તમામની તબિયત સ્થિત હોવાનું જાણવા મળે છે.