લોગવિચાર :
જળવાયુ પરિવર્તન અને અનિયમિત હવામાન પેટર્નથી સતત બીજા વર્ષે કાશ્મીરમાં સફરજનના ઉત્પાદનને ફટકો પડયો છે. આ વર્ષે ઉત્પાદનમાં ૩૦ ટકાનો ઘટાડો થયો છે. સફરજન ઉત્પાદકો મુજબ મહત્વપૂર્ણ ફળ લાગવાના મૌસમ દરમિયાન પ્રતિકુળ હવામાનની સ્થિતિથી ઉપજમાં મોટો ઘટાડો નોંધાયો છે.
રાજયના વિવિધ ક્ષેત્રોમાં માર્ચમાં સુકુ, ઉંચુ તાપમાન રહેલ ત્યારબાદ ભીનો અને ઠંડોફ એપ્રિલ અને લાંબા સમય સુધી રહેલ દુકાળથી ફળો ઉપર પ્રતિકુળ અસર પડી હોવાનું ખેડૂતોએ જણાવેલ હતું. સફરજન ઉત્પાદક ઇરશાદ મુજબ કેટલાક ક્ષેત્રોમાં આગલા વર્ષની ઉપજ કરતા ૭૦ ટકા જ રહ્યું છે. સીમાંત ખેડૂતો કીટનાશકોની લાગત પુરા કરવા સંઘર્ષ કરી રહ્યા છે.
હાલમાં જ દક્ષીણ કાશ્મીરમાં પડેલ સોલાદૃષ્ટિએ સફરજનના પાકને ભારે નુકશાન કર્યું છે. જેથી ઉત્પાદકોને તાત્કાલીક સરકારી કાર્યવાહીની માંગ કરવી પડી છે. જેમાં નુકશાનને ઓછું કરવા પાક વીમા યોજના લાગુ કરવાનું પણ સામેલ છે.
કાશ્મીરમાં સામાન્ય રીતે વાર્ષીક ર૦ લાખ મેટ્રીક ટનથી વધુ સફરજનનું ઉત્પાદન થાય છે. જે કયારેક રપ લાખ મેટ્રીક ટન સુધી પહોંચે છે. રાજયમાં ૩.પ લાખ હેકટરથી વધુ જ મીન સફરજનની ખેતી માટે ઉપયોગ લેવામાં આવે છે.