ઉત્તર પ્રદેશમાં ફુગ્ગા ફુલાવતી વખતે ફાટેલા બલૂનના ટુકડા શ્વાસનળીમાં ફસાઈ જતાં ત્રણ વર્ષની બાળકીનું મોત

લોગવિચાર :

ઉત્તર પ્રદેશના પ્રયાગરાજ જિલ્લામાં ત્રણ વર્ષની સાઇરા નામની બાળકીનું ફુગ્‍ગો ફુલાવતી વખતે ફૂટેલા ફુગ્‍ગાના ટુકડા શ્વાસનળીમાં ફસાઈ જવાને કારણે મળત્‍યુ થયું હતું. આ ઘટના ગંગાનગરના લાલ ગોપાલગંજમાં બની હતી.

સાઇરા તેના દાદાના ઘરે આવી હતી અને દાદાએ ખરીદીને આપેલા ફુગ્‍ગા તે ફુલાવી રહી હતી. એક ફુગ્‍ગો ફુલાવતી વખતે એ ફૂટયો હતો અને એના ટુકડા તેના ગળામાં ફસાઈ ગયા હતા. એના કારણે તેને શ્વાસ લેવામાં તકલીફ પડી હતી અને તેના મોંમાંથી ફીણ આવવા લાગ્‍યું હતું. તેને ડૉક્‍ટર પાસે લઈ જવામાં આવી ત્‍યારે ડૉક્‍ટરોએ તેને મળત ઘોષિત કરી હતી. ડૉક્‍ટરોએ કહ્યું હતું કે ફુગ્‍ગાના ટુકડા શ્વાસનળીમાં ફસાયા હતા જેથી તે શ્વાસ લઈ શકી નહોતી અને મળત્‍યુ પામી હતી.