ચેન્નાઈમાં એર શો દરમિયાન ભારે ભીડ અને ગરમીના કારણે પાંચ લોકોના મોત

લોગવિચાર :

ચેન્નાઈમા મરીના બીચ પર રવિવારે વાયુસેનાએ એર શોનુ આયોજન કર્યું હતુ. આ શો જોવા માટે ભારે ભીડ એકત્ર થઈ હતી. જેના કારણે બીચ પર ભાગદોડ જેવી સ્થિતિ પેદા થઈ ગઈ હતી.

બળબળતી ગરમી અને ભારે ભીડના કારણે તબીયત બગડવાથી પાંચ લોકોના મોત નીપજયા હતા અને 230 લોકોને હોસ્પિટલમાં દાખલ કરવા પડયા હતા. શોના કારણે નજીકના લાઈટ હાઉસ મેટ્રો સ્ટેશન અને વેલાચેરીમાં ચેન્નાઈ એમઆરટીએસ રેલવે સ્ટેશને ભારે ભીડ થઈ ગઈ હતી.

શો પૂરો થયા બાદ માર્ગો પર ભારે ટ્રાફીક જામ થઈ ગયો હતો જેના કારણે લોકોને ઘર પહોંચવામાં કલાકો લાગ્યા હતા.