લોગવિચાર :
કેન્દ્રીય મંત્રી મંડળની સુરક્ષા સંબંધી સમિતિએ અમેરિકી પ્રીડેટર ડ્રોન 31 એમક્યુ-9 બીની ખરીદીને મંજુરી આપી દીધી છે. 31 ડ્રોન ખરીદવા માટે અમેરિકાથી 3.1 અબજ ડોલરનો કરાર થયો છે.
અમેરિકાની રક્ષા કંપની જનરલ એટોમિક્સે તેને તૈયાર કરી છે. સ્ટોક હોમ ઇન્ટરનેશનલ પીસ રિસર્ચ ઇન્સ્ટીટયુટના અનુસાર ભારતીય સેના પાસે 2400થી વધુ ડ્રોનનો કાફલો છે. આવનારા સમયમાં કાફલામાં પાંચ હજારથી વધુ ડ્રોન હશે. આત્મ નિર્ભર ભારત અંતર્ગત ભારત દુનિયાનું નવું સુપર પાવર બનવાની રાહ પર છે.
એમક્યુ-9બી ડ્રોનની વિશેષતા:- 36 ફૂટની કુલ લંબાઇ, પાંખની લંબાઇ 66 ફૂટ 50 હજાર ફૂટ ઉંચાઇ સુધી ઉડાનમાં સક્ષમ છે. સતત 27 કલાક સુધી ઉડી શકે છે. 4766 કિલો સુધીનું વજન ઉંચકી શકે છે. 1769 કિલો ઇંધણ એક સાથે ભરી શકાય છે. 444 કિલો મીટર પ્રતિ કલાકની સ્પીડે ઉડી શકે છે. હેલફાયર અને મિસાઇલ અને ગાઇડેડ બોમ્બથી સજજ છે ડ્રોન.
ડ્રોનનું હબ બનશે ભારત:- વર્ષ 2030 સુધીમાં ભારત ડ્રોનની દુનિયાનું એક નવું હબ બનીને ઉભરશે. ફિક્કી અનુસાર ભારતનું ડ્રોન બજાર 23 અબજ ડોલરથી વધુનું હશે. દેશમાં હાલમાં ડ્રોન સાથે જોડાયેલા 200થી વધુ સ્ટાર્ટ અપ ચાલી રહ્યા છે.
દુનિયાના ઘાતક ડ્રોન: ટીએઆઇ અક્સુંગુર-તુર્કીએ હેરોન-ઇઝરાયેલ, યેંગદુ-જીજે-3-ચીન, સુખો ઇ-એસ-70-રશિયા.