લોગવિચાર :
છેલ્લા બે વર્ષથી ખાલી ફૂગાવો સતત વધતો જાય છે અને તે ઉંચી સપાટીએ રહ્યો છે. તો રીઝર્વ બેન્ક ઓફ ઈન્ડીયાને વ્યાજદર ઘટાડવામાં ફૂગાવો વધવાનો ડર સૌથી વધુ લાગે છે. અમેરીકામાં પણ ફરી એક વખત ફૂગાવો વધવા લાગ્યો છે જેથી નવા રેટ કટની મુદત પાછી ઠેલાય તેવી શકયતા પણ નકારાતી નથી.
ખાદ્ય ચીજોનાં ઉંચા ભાવે ભારતના ગરીબ અને મધ્યમ વર્ગની થાળીમાંથી ખાદ્ય વેરાયટીઓ ઘટતી જાય છે. શાકભાજી આ વર્ષે અસાધારણ રીતે વધુ સમય ઉંચા રહયા છે અને હજુ ડૂંગળી બટેટા ટમેટાના ભાવ ફરી વધી રહ્યા છે. હાલના ભાવ પણ ઉંચા રહ્યા છે. ફળો પણ તેના સીઝનલ ભાવ કરતાં વધુ ભારે વેચાય છે તેની સીધી અસર હવે સરકારની મધ્યાહન ભોજન યોજના પર પડી છે.
ગરીબ બાળકોને જરૂરી પોષણયુકત ખોરાક જે તેના કુટુંબમાં મળી શકતો ન હોય તેના વિકાસમાં શાળાઓમાં મધ્યાહન ભોજન યોજના શરૂ કરવામાં આવતી હતી. જે ગરીબ કુટુંબનાં બાળકોને શાળાએ આવવા પણ એક આકર્ષણ હતું. ભારતમાં જે રીતે આવકથી અસમાનતા છે તેમાં આ યોજનાથી એ કુટુંબોને મોટી રાહત હતી કે જેઓ પોતાના સંતાનોને પુરતુ અને પોષણક્ષમ ભોજન આપી શકતા ન હતા.
પરંતુ હાલમાં જાણીતી આંતર રાષ્ટ્રીય સમાચાર સંસ્થા રોઈટરએ ટ્રેનનાં 4 રાજયોનાં 21 શિક્ષકો પાસેથી મેળવેલા ફીડબેક, તથા સંખ્યાબંધ કુટુંબોનાં અભિપ્રાય અને અન્ય રીસર્ચ બાદ તારણ આપ્યુ છે કે ઉંચા ફૂગાવા છતા છેલ્લા બે વર્ષમાં મધ્યાહન ભોજન યોજનામાં બાળકોને જે પોષણક્ષમ આહાર આપવા માટેની ખાદ્ય ચીજોમાં તેના ભાવ વધ્યા હોવા છતાં સરકાર દ્વારા તેના બજેટમાં કોઈ વધારો થયો નથી.
દેશની 10 લાખ સરકારી અને ગ્રાન્ટેડ શાળાઓમાં 12 કરોડ જેટલા વિદ્યાર્થીઓને આ યોજના હેઠળ ભોજન પુરૂ પાડવામાં આવે છે. પરંતુ મધ્યાહન ભોજન યોજનાના બજેટને ફુગાવાના દર સાથે જોડવામાં આવ્યુ નથી. જેના કારણે ભાવ વધારા બાદ પણ બજેટ યથાવત રહે છે અને તેના કારણે ભોજનની ગુણવતા અને તેના જથ્થા પર અસર થાય છે.
રાઈટ-ટુ-ફૂડ ઝુંબેશ માટે કામ કરતા એક સ્વતંત્ર અર્થશાસ્ત્રી અને સંશોધક દીપાસિંહના જણાવ્યા મુજબ સરકાર મધ્યાન ભોજન યોજના હેઠળ મફત અનાજ આપે છે પણ અપુરતા બજેટને કારણે શાકભાજી, દાળ, દુધ, ઈંડા વિગેરે પોષણયુકત ખોરાક માટે પુરતુ બજેટ ફાળવી શકાતુ નથી.
બિહાર-ઓગસ્ટ-ઉતર પ્રદેશ સહીતનાં રાજયો જયાં ગરીબાઈ સૌથી વધુ છે.ત્યાં રોજના 200-250 કમાતા પરિવાર માટે તેમના સંતાનોને પોષણયુકત આહાર આપવાનું તો બાજુ રહ્યું પુરતો આહાર આપવાનું પણ શકય નથી અને તેથી તેઓ માટે આ મધ્યાન ભોજન પોતાના તેમના માટે આર્શીવાદ રૂપ બની રહી છે. ત્યાં પણ હવે તમામ પુરતો પોષક આહાર મળતો નથી.
હવે શાળાઓમાં દાળના સાથે મીઠુ પાણી આપતા હોય તેવો ખોરાક જ મળે છે.તેમાં દાળ તો શોધવા શોધવા જવી પડે.ખાદ્ય તેલ, શાકભાજી વિ.ના ભાવ વધ્યા છે તેની હવે મધ્યાન ભોજન યોજનાના સંચાલકો સસ્તી ચીજો મારફત બાળકોને ભોજન આપવાનો પ્રયાસ કરે છે.
ભારતમાં ફૂગાવો જુન 2020 થી જુન 2024 વચ્ચે સરેરાશ 6.3 ટકા રહ્યો છે તેના અગાઉના ચાર વર્ષ તે 2.9 ટકા જેવા નીચે સ્તરે હતો પણ મધ્યાહન ભોજન યોજનામાં બાળક દીઠ પ્રાથમીક શાળામાં રૂા..5.45 અને માધ્યમિક શાળામાં રૂા.8.17 અપાય છે અને ઓકટો 2020 બાદ તેમા કોઈ વધારો થયો નથી.
આથી દુધના બદલે સફેદ પાણી દાળના બદલે પીળુ પ્રવાહી લીલા શાકભાજીના બદલે સસ્તા બટાટા અને શકરીયા તેવુ પીરસાય છે. સરકારનાં જ માપદંડ મુજબ પ્રાથમીક શાળાઓમાં 450 કેલેરી 12 ગ્રામ પ્રોટીન અને માધ્યમિક શાળાનાં વિદ્યાર્થીઓ માટે 700 કેલેરી અને 20 ગ્રામ પ્રોટીન આપવાનું છે.