ખાનગી ક્ષેત્રોની બેન્કોમાં નાની રકમના કાર્ડ/ઇન્ટરનેટ છેતરપિંડી બહાર આવે છે, જ્યારે મોટાભાગની છેતરપિંડી લોન શ્રેણીમાં હોય છે: ઑનલાઇન વ્યવહારો માટે રીઅલ-ટાઇમ વેરિફિકેશન થશે
લોગ વિચાર :
બેન્કો સાથે સંકળાયેલા ઠગાઈના કેસો નાણાકીય વર્ષ 2023-24માં અઢી ગણાથી વધીને 36075 રહ્યા હતા. જો કે આ દરમિયાન ઠગાઈ વાળી રકમ 46.7 ટકા ઘટીને 13930 કરોડ રૂપિયા રહી છે. આરબીઆઈ વાર્ષિક રિપોર્ટમાં આ માહિતી અપાઈ છે.
રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, નાણાકીય વર્ષ 2023-24 દરમિયાન ઠગાઈના કેસોની સંખ્યા 36075 થઈ ગઈ, જે એક વર્ષ પહેલા 13560 હતી. જયારે ઠગાઈમાં સામેલ રકમ 13900 કરોડ રૂપિયા રહી, જે એક વર્ષ પહેલા 26127 કરોડ રૂપિયા હતી. મુલ્યના સંદર્ભમાં ગત નાણાકીય વર્ષમાં થયેલી ઠગાઈમાં સામેલ રકમ 2022-23માં રિપોર્ટ કરવામાં આવેલ છેતરપીંડીના 94 ટકા છે.
ભારતમાં રિઝર્વ બેન્ક (આરબીઆઈ)માં રિપોર્ટ અનુસાર સંખ્યાના સંદર્ભમાં છેતરપિંડી મુખ્યત્વે કાર્ડ-ઈન્ટરનેટ જેવા ડિઝીટલ પેમેન્ટ શ્રેણીમાં થઈ, જયારે મૂલ્યોના સંદર્ભમાં છેતરપીંડી મુખ્યત્વે લોન (અગ્રિમ શ્રેણી)ના મામલે રહી હતી.
ખાનગી બેન્કોને ગ્રાહકોના કાર્ડથી લાગ્યો ઝટકો: ઠગાઈ સાથે સામેલ રકમના મામલામાં જાહેર ક્ષેત્રની બેન્કોનું યોગદાન પહેલાની જેમ જ સૌથી વધુ રહ્યું હતું. નાની રકમના કાર્ડ/ઈન્ટરનેટ છેતરપીંડીના મામલામાં ખાનગી ક્ષેત્રની બેન્કોમાં સૌથી વધુ કેસ આવ્યા. જયારે જાહેર ક્ષેત્રની બેન્કોમાં છેતરપિંડી મુખ્યત્વે લોન શ્રેણીમાં રહી છે.
ઓનલાઈન લેવડ-દેવડ માટે રિયલ ટાઈમ વેરિફિકેશન થશે: ઓનલાઈન રકમ પામવા કે મોકલવા માટે રિયલ ટાઈમ વેરિફીકેશન કરી શકાય છે. આ સંભાવનાને ટટોળવામાં આવે છે. જેનો ઉદેશ છેતરપીંડી પર અંકુશ લગાવવાનો છે અને પેમેન્ટ પ્રણાલી વધુ બહેતર બનાવવાનો છે.
આ રકમ મોકલનારની પહેલા તેને મેળવનારનું નામનો રિયલ ટાઈમ એટલે કે તે જ સમયે વેરિફીકેશન કરવામાં આવશે. ચલણમાં મોજૂદ 500 રૂપિયાના વોટની ભાગીદારી વધી: આરબીઆઈએ જણાવ્યું હતું કે ચલણમાં મોજૂદ કુલ મુંદ્રામાં 500 રૂપિયાના મૂલ્યના નોટની ભાગીદારી માર્ચ 2024 સુધીમાં વધીને 86.5 ટકા થઈ ગઈ, જયારે એક વર્ષ પહેલાના સમયગાળામાં તે 77.1 ટકા હતી.
આ ઉછાવ માટે ગત વર્ષ મેમાં ગત વર્ષ મેમાં 2000 રૂપિયાના મુલ્યની નોટને પરત લેવાની જાહેરાતને મુખ્ય કારણ માનવામાં આવ્યું છે. આ નિર્ણયના કારણે 2000 રૂપિયાના મૂલ્યની નોટની ભાગીદારી એક વર્ષ પહેલાની સમાન અવધીના 10.8 ટકાથી સમાન સમયગાળાના 10.8 ટકાથી ઘટીને માત્ર 0.2 ટકા રહી છે.