લોગવિચાર :
ગિરનારની પાવનકારી લીલી પરિક્રમાને લઈને મનપા દ્વારા તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી રહી છે. પરંપરાગત આ પરિક્રમામાં લાખોની સંખ્યામાં ગિરનારની 36 કિ.મી.ની પાવનકારી પરિક્રમામાં તંત્ર અને મનપા, પોલીસ, વન વિભાગ, સેવાભાવી સંસ્થાઓ, ઉતારા મંડળો, અન્ન ક્ષેત્રો, ચા-પાણી વિગેરે 5 દિવસ સુધી યાત્રિકોને મુશ્કેલી ન પડે તે માટે રાત દિવસ વિનામૂલ્યે સેવા આપતા હોય છે.
જેમાં તંત્ર વન વિભાગે વરસાદના કારણે પરિક્રમાના રૂટમાં ખરાબ થઈ ગયેલ રસ્તાઓ વન વિભાગે યુધ્ધના ધોરણે કામ હાથ ધયુર્ં છે. મનપા દ્વારા પણ આગોતરા આયોજનમાં તૈયારીઓના ભાગરૂપે આખરીઓપ આપી રહ્યા છે.
પાણી
28નો સ્ટાફ સ્ટેન્ડબાય, 5 કુવા, 9 બોર દ્વારા પાણી પુરૂ પડાશે તેમજ 5 હજાર લીટરની 24 ટાંકીઓ મુકાશે 3 ટેન્કર ટ્રેકટરથી પાણી ભરવામાં આવશે. રોજ કલોરીન કરી પાણી અપાશે.
આરોગ્ય
ભવનાથ ઝોનલ ઓફીસ સામે નાકોડા અર્બન હેલ્થ સેન્ટરમાં સિવિલના સહયોગથી આઈસીયુ, વોર્ડ, દવા, ઓકસીજન, ટ્રેચર સાથે સ્ટાફ રાઉન્ડ ધ કલોક રહેશે.
આગ
ભવનાથ ઝોનલ ઓફીસ, ભવનાથ પોલીસ સ્ટેશન, બોરદેવી અને ઝીણાબાવાની મઢી મળી ચાર સ્થળોએ ફાયર સાધનો સ્ટાફ રહેશે. સાથે દામોદર કુંડ, સુરજકુંડ, સુદર્શન તળાવ, વિલીંગ્ડન ડેમ ખાતે તરવૈયાની ટીમ તૈનાત કરાશે.
પાર્કિંગ: ભવનાથમાં 8 સ્થળોએ પાર્કિંગની વ્યવસ્થા ઉભી કરાશે.
પ્લોટની હરરાજી: 28થી કોમર્શીયલ પ્લોટની હરરાજી મનપા દ્વારા કરાશે. સફાઈ: 150 જેટલા સફાઈ કર્મીઓ, 12 સેનેટરી ઈન્સ. 3 સુપરવાઈઝરોની ટીમ તૈનાત રહેશે. લાઈટીંગ: ગીરનાર દરવાજાથી ભવનાથ રૂપાયેતન સુધીમાં 250 એલઈડી લાઈટો નંખાશે.
પ્લાસ્ટીક: પરિક્રમામાં પાણીની પુરતી વ્યવસ્થા હોવાથી પ્લાસ્ટીકની બોટલો, પ્લાસ્ટીક ન આવે તેની તકેદારી રખાશે. જનરેટર: 5 સ્થળોએ જનરેટર મુકાશે જેની લાઈટ ડીફોલ્ટ થાય તો પ્રશ્ન હલ કરી શકાશે.
માહિતી કેન્દ્ર: ઝોનલ ઓફીસ, દત ચોક, ઈન્દ્રેશ્વર પમ્પીંગ સ્ટેશન પાસે પબ્લીક માહિતી કેન્દ્ર ઉભા કરાશે. ઉતારા મંડળ: અન્ન ક્ષેત્રોમાં સફાઈ નહીં રાખવામાં આવે તો ભવિષ્યમાં પરિક્રમામાં પ્રવેશ આપવામાં નહીં આવે. સફાઈ ઉપર પુરતો ફોકસ કરવામાં આવશે તેમ કમિશ્ર્નર ઓમપ્રકાશે જણાવ્યુંં છે.