દિપોત્સવી પર્વ સોમવારથી શરૂ : તિથિભેદ હોવા છતાં લોકોમાં ઉજવણીનો જબરો ઉત્સાહ

લોગવિચાર :

અંધકારમાંથી પ્રકાશ તરફ દોરી જતું મહાપર્વ દિવાળીનો તા.28ના સોમવારથી રમા એકાદશી સાથે પ્રારંભ થઇ રહ્યો છે. સોમવારે રમા એકાદશી અને વાઘ (વાગ) બારસ બે તિથિનો સંયોગ છે. દિપોત્સવી પર્વ લોકો અનેરા ઉમંગ અને ઉત્સાહ સાથે ઉજવશે. ઘર-ઘરમાં રંગોળી થશે.  રોશનીના શણગાર સાથે મંદિરોમાં વિશેષ અનુષ્ઠાનો થશે. તિથિભેદથી લોકોમાં ગ્રામથલ છે. પણ ઉજવણીનો અનેરો ઉત્સાહ એકાદશી જોવા મળી રહ્યો છે.

રમા એકાદશીના દિવસે ભગવાન, વિષ્ણુ અને ધનની દેવી મા લક્ષ્મીના પૂજાનું વિધાન છે. ધાર્મિક માન્યતા છે કે રમા એકાદશીના દિવસે પૂજા અને દાન કરવાથી ધન લાભનો યોગ બને છે. ક્યાંક તા.27મીના રવિવારે રમા એકાદશીનો ઉલ્લેખ થયો છે. આવતીકાલે સવારે 7-15 સુધી દશમ છે ત્યારબાદ એકાદશી શરૂ થશે. જે બીજા દિવસે તા.28ના સોમવારના લગભગ 8.40 કલાક સુધી ચાલશે. આ પછી બારસ તિથિનો પ્રારંભ થશે. તારીખોથી વધઘટને કારણે દિવાળીની તારીખને લઇને પંચાંગ ભેદ જોવા મળે છે.

આ વર્ષે આસોમાસની અમાસ બે દિવસ એટલે કે તા.31મી ઓક્ટોબર અને 1લી નવેમ્બર હશે પરંતુ તા.31મીની રાત્રે અમાવસ્યા હોવાથી આ દિવસે દિવાળી ઉજવવી વધુ શુભ છે. એકાદશી તિથિના સૂર્યોદયનું મહત્વ વધારે છે. આથી તા.28મીના વ્રત રાખવું ઉચિત ગણાશે તેમ જ્યોતિષીઓનું કહેવું છે.
દિવાળી પહેલા આવતી આ એકાદશીનું મહત્વ ઘણું વધારે છે. કારણ કે આ તિથિનું નામ મહાલક્ષ્મી પરથી પડ્યું છે. આ કારણથી આ એકાદશી પર વિષ્ણ અને મહાલક્ષ્મીની વિશેષ પૂજા કરવી જોઇએ. રમા એકાદશી સોમવારે હોવાથી શિવપૂજા પણ કરવી જોઇએ.

તા.29મીના ધનતેરસની ઉજવણી કરવામાં આવશે. ધન તેરસના લક્ષ્મીનારાયણ યોગ બની રહ્યો છે. લક્ષ્મીનારાયણને સુખ, સમૃદ્ધિ અને ધનમાં વધારો કરવાનો યોગ માનવામાં આવે છે.જયોતિષીઓના કથન અનુસાર એક મત એવો છે કે તા.27ના રવિવારે રમા એકાદશી, તા.28ના વાઘ બારસ, તા.29ના સવારે 10-32 થી ધનતેરસ શરૂ થશે.

તા.30ના કાળી ચૌદશ, તા.31ના બપોરના 3-53થી અમાસ શરૂ થશે. દિવાળી પર્વ ઉજવવું તથા ચોપડા પૂજન કરવું, તા.1લી નવે.ના પડતર દિવસ તથા તા.2જીના વિક્રમ સવંત 2081ના નવા વર્ષનો પ્રારંભ થશે. તા.6ના બુધવારે લાભ પાંચમ ઉજવાશે.મોટા ભાગના જયોતિષ વિદો તા.31મીના દિવાળી-ચોપડા પૂજન માટે જણાવે છે.

તા.2જીના નૂતન વર્ષ છે અને લોકો એક બીજાના ઘેર નૂતન વર્ષની શુભેચ્છા આપવા જશે. સંસ્થાઓ, વિવિધ સમાજ-જ્ઞાતિ વગેરે દ્વારા સ્નેહ મિલનના કાર્યક્રમો યોજાશે. તા.6ને બુધવારે લાભ પાંચમ પર્વ ઉજવાશે, વેપારીઓ પોતાના વેપાર-ધંધાનો પ્રારંભ કરશે.

આગામી તા.31મીના સવારના કાળી ચૌદશ હોવાથી મહુડામાં શ્રી ઘંટાકર્ણ મહાવીરનું અનુષ્ઠાન ઉજવાશે. રાજકોટના જિનાલયોમાં જ્યાં શ્રી ઘંટાકર્ણવીરની પ્રતિમાજી બિરાજે છે ત્યાં તા.31ના સવારે અનુષ્ઠાન યોજાશે.

ધન્વંતરિ જયંતિના અવસર પર ત્રિ- દિવસીય ભગવાન ધન્વંતરિ મહાયાગ-દિવ્યૌષધિ આહુતિનો ભવ્ય કાર્યક્રમ

સંસ્કૃતિ આર્ય ગુરુકુલમ્ પરિવાર દ્વારા નિદાન કેમ્પ તથા શિબિરનું આયોજન

ધન્વંતરિ જયંતિના દિવસે ભગવાન ધન્વંતરિના પ્રાગટ્ય ઉત્સવ નિમિત્તે ધન્વંતરિ યાગ તેમજ બાવન પ્રકારની દિવ્યૌષધિઓની આહુતિ ધન્વંતરિ ’અષ્ટોત્તર શતનામ’ સ્ત્રોત સાથે કરવામાં આવે છે.

આ વર્ષે પણ એકાદશી થી તેરસ સુધી એટલે કે રવિ-સોમ-મંગળ ત્રણ દિવસ મહાયજ્ઞનું આયોજન કરેલું છે.જેમાં ભગવાન ધન્વંતરિનું શાસ્ત્રોક્ત પૂજન, અર્ચના, આયુર્વેદ ગીત સંધ્યા તેમજ નિષ્ણાંત વૈદ્યોના પ્રવચનનો કાર્યક્રમ રાખેલ છે તેમજ પ્રથમ દિવસે એટલે કે રવિવારે સવારથી 9 થી બપોરેના 3 વાગ્યા સુધી સર્વરોગ નિદાન કેમ્પ રાખેલ છે.

તેમજ સ્વાસ્થ્યના ને સિધ્ધાંતોને સમજવા-જાણવા માટે યુકિ ત્રણ દિવસની સ્વાસ્થ્ય શિબિરનું નું આયોજન કરવામાં આવ્યું છે. જે લોકો આયુર્વેદ શીખવામાં રસ ધરાવતા હોય તેવા લોકો આ શિબિરમાં ભાગ લઇ શકે છે.

સંસ્કૃતિ આર્ય ગુરુકુલમ્ દ્વારા આયોજિત આ મહાયાગમાં આવી આપ પણ આયુર્વેદ અનુરાગી બનો એ જ અભ્યર્થના.તા.ર7 અને વક્ષ ઓક્ટોબર 2024 રવિવાર અને મંગળવારના રોજ સાંજે 5 થી 7 (ત્યારબાદ ભોજનપ્રસાદ) અને ડો.પાલા ફાર્મસી, વીવીપી કોલેજની બાજુમાં, કાલાવડ રોડ, રાજકોટ ખાતે રાખેલ છે. રજીસ્ટ્રેશન માટે મો. 96649 11182 પર સંપર્ક કરવો.

દિપોત્સવ ઉત્સવ મુહૂર્ત

અગીયારસ : આસો વદ-11 સોમવાર તા.28-10-2024 સવારે 7-51 સુધી - રમા એકાદશી

વાઘ બારસ : આસો વદ 12 મંગળવાર તા.29-10-2024

ધનતેરસ : સવારે 10-32થી તેરશનો પ્રારંભ જેથી ધનતેરસ આ દિવસે મનાવવી આ દિવસે યમદીપદાન - ભોમ પ્રદોષ ચોઘડીયા પ્રમાણે સવારે 10- 32થી ચલ-લાભ-અમૃત ચોઘડીયું બપોર 1-45 સુધી, બપોરે 3-23થી શુભ 4-46 સુધી, સાંજે 6-45થી લાભ રાત્રે 9-20 સુધી, આ સમય દરમિયાન ચોપડા લાવવા, ગાદી બીછાવવી - કિંમતી ચીજ વસ્તુની ખરીદી કરવી શુભ રહેશે. આજનું વિજય મુહૂર્ત 12-09થી 12-54 સુધી, સાંજનો શુભ સમય 6-12થી 8-40, આસો વદ 13 બુધવાર 30-10-2024, બપોરના 1-16 સુધી તેરશ છે પછી ચૌદશ શરૂ થશે-શિવરાત્રી. જેથી આ દિવસે કાળી ચૌદશ - રૂપ ચૌદશ મનાવવી, હનુમાન પૂજા, કાલભૈરવ પૂજા, મહાકાલી પૂજા થઇ શકે. મંત્ર જાપ, દાનપૂન માટે ઉત્તમ સમય રહેશે.

દિપાવલી : તા.31-10-2024 ગુરૂવાર
આ દિવસે બપારે 15-54 સુધી ચૌદશ છે પછી અમાસનો પ્રારંભ થશે. જેથી આ દિવસે દિપોત્સવ તહેવાર મનાવવા. આ દિવસે સંપૂણ પ્રદોષ વ્યપિની અને નિશિથ વ્યાપિની અમાવસ્યા છે. જેથી આ દિવસે ચોપડા પૂજન લક્ષ્મીપૂજન કરવું શાસ્ત્રો મુજબ શુધ્ધ રહે છે. ચોઘડીયા પ્રમાણે બપોરે 16-47થી શુભ-અમૃત-ચલ ચોઘડીયું રાત્રીના 9-20 સુધી, સાંજનો શુભ સમય 6-10થી 8-40 સાંજે 7-00થી વૃષભ સ્થિર લગ્ન અને પ્રદોષ સમય હોય ઉત્તમ રહેશે.
નિશિથ કાળ: રાત્રે 11-57થી રાત્રીના 12-45 હોરા પ્રમાણે 4-16થી 7-12 સુધી બપોરના 8-16થી 9-29 સુધી રાત્રે 11-28થી વહેલી સવારના 2-35 સુધી. વાંચકોને નવા વર્ષની અને દિપોત્સવની હાર્દિક શુભેચ્છા, વિશ્વમાં સુખ શાંતિ રહે એવી ઇશ્વરને પ્રાર્થના
વિક્રમ સંવત - 2081

નવું બેસતુ વર્ષ : કારતક સુદ-એકમ, તા. 2 નવેમ્બર 2024ને શનિવાર, બલીપૂજન - અન્નકોટ
ભાઈબીજ : કારતક સુદ-2, તા.3 નવેમ્બર 2024ને રવિવાર - યમ દ્વિતિયા

વિનાયક ચોથ : કારતક સુદ-4, તા.5 નવેમ્બર 2024ને મંગળવાર

લાભ પાચમ : કારતક સુદ-5, તા.6-11-2024ને બુધવાર આ દિવસે પેઢી ખોલવા માટે નવા કાર્યની શરૂઆત માટે ઉત્તમ દિવસ રહેશે.
ચોઘડીયા પ્રમાણે સવારે 6-56થી લાભ, અમૃત 9-44 સુધી, બપોરના 11-08થી 12-32 સુધી, સાંજના 15-20થી 18-08 સુધી