બાલાજી હનુમાનજીને ધનતેરસના ચલણી નોટોનો શણગાર

લોગવિચાર :

આજે ધનતેરસના દિવસે ભુપેન્દ્ર રોડ પર આવેલ શ્રી બાલાજી હનુમાનજી મંદિરે મહાપ્રતાપી શ્રી બાલાજી હનુમાનજી મહારાજને ચલણી નોટોનો શણગાર કરાયો છે. આજે રાત સુધીમાં હજારો ભકતો દર્શનનો લાભ લઈને ધન્યતા અનુભવશે. બાલાજી હનુમાનજી મંદિરના મહંત શ્રી વિવેકસાગર સ્વામી તથા સંતશ્રી મુનિવત્સલ સ્વામીના માર્ગદર્શન હેઠળ સેવકો કાર્યરત છે.