ઇ-વેસ્ટમાંથી સોનું કાઢવા માટે 'ઇન્ટરનેશનલ ધૂળધોયા’નો અનોખો ઉદ્યોગ : યુએસ, ચીન, જર્મની અવ્વલ

લોગવિચાર :

સોનાના ભાવ અત્યારે ટોચે છે. સોનુ માત્ર શણગાર નહી અન્ય રીતે પણ ઉપયોગી છે. ખાસ કરીને ઈલેકટ્રોનીક ઉપકરણોમાં તેનો ઉપયોગ થતા હોય છે જયારે આ ઉપકરણો ખરાબ થઈ બિનઉપયોગી બની જાય છે.

ત્યારે તેના વેસ્ટમાંથી સોનુ કાઢવાનો પણ દુનિયામાં ઉદ્યોગ ચાલે છે. આપણે ત્યાં ધૂળ ધોયાઓ કચરામાંથી સોનુ કાઢે છે તેવી રીતે વેસ્ટ ઉપકરણોમાંથી આ ‘ઈન્ટરનેશનલ ધૂળધોયા’માં અમેરિકા અવ્વલ છે.

અમેરિકા સહિત દુનિયાના અનેક દેશો ઈલેકટ્રોનીક કચરામાંથી કરોડો રૂપિયાનુ સોનુ કાઢવાનો ઉદ્યોગ ચલાવે છે. બ્રિટનની ધી ગોલ્ડ બુલિયનના રિપોર્ટ અનુસાર ઈ-વેસ્ટમાંથી સોનુ કાઢવામાં અમેરિકા સૌથી આગળ છે.

માત્ર 20 ટકા ઈ-કચરાના નિકાલથી આ દેશ હજારો કિલો સોનુ કાઢી રહ્યા છે. કોરિયાના વિજ્ઞાન મંત્રાલયના નેશનલ રિસર્ચ ફાઉન્ડેશન અનુસાર એક ટન ઈલેકટ્રોનીક કચરાથી 100થી 200 ગ્રામ સોનુ નીકળી શકે છે. વર્ષ 2019માં ઈ-કચરાથી 57 અબજ ડોલરની ધાતુ કાઢવામાં આવી હતી.

અમેરિકા: વર્ષ 2022માં 4.1 અબજ કિલો ઈ-વેસ્ટમાંથી જે સોનુ કાઢવામાં આવ્યું તેની કિંમત 88.28 કરોડ યુરોથી વધુ આંક્વામાં આવી હતી.
ચીન: વર્ષ 1970થી ઈ-વેસ્ટનો નિકાલ કરી રહ્યું છે. ઈ-વેસ્ટમાંથી 44.51 કરોડ યુરોનું સોનુ કાઢયું હતું.
જર્મની: ઈ-વેસ્ટમાંથી સોનુ કાઢવામાં ત્રીજા નંબરનો સૌથી મોટો દેશ છે. તેણે ઈ-વેસ્ટમાંથી 20.84 કરોડ યુરોનું સોનુ કાઢયું છે.
ભારતમાં પણ તક: ભારત ઈ-વેસ્ટના ઉત્પાદનમાં દુનિયાનો ત્રીજા નંબરનો સૌથી મોટો દેશ છે. ભારતમાં જેટલા ઈ-કચરાનું ઉત્પાદન થાય છે તેનાથી મોટી

માત્રામાંસોનાનું ઉત્પાદન થઈ શકે છે. જો કે ઈ-વેસ્ટમાં શું શું છે, તેના પર પણ ઘણું બધું નિર્ભર રહે છે. મોંઘા અને મોટી કંપનીઓના ગેઝેટમાં વધુ સોનુ નીકળવાની સંભાવના છે.