લોગવિચાર :
દેશમાં તહેવારોના કારણે પરપ્રાંતિય મજુરો તેમના વતનમાં જવા માટે રેલવે સેવામાં થયેલા ધસારા અને મુંબઇના બાન્દ્રા ટર્મિનલ પર સર્જાયેલી દુર્ઘટના બાદ હવે વે.રેલવેએ એક તરફ અનેક મહત્વના પ્લેટફોર્મ પર દીપાવલીના તહેવારો પુરા થાય ત્યાં સુધી પ્લેટફોર્મ ટીકીટના વેચાણ પર પ્રતિબંધ મુકી દીધો છે.
તો બીજી તરફ હવે મુસાફરો પોતાની સાથે રેલવે પ્રવાસમાં વધુમાં વધુ કેટલો સામાન લઇ જઇ શકે તે અંગેના નિયમોનું કડક પાલન કરવા આદેશ આપ્યા છે. દરેક મુસાફરને ચોક્કસ વજન સુધીનો સામાન કોઇપણ જાતના લગેજ ચાર્જ વગર સાથે રાખવાની છૂટ છે.
પરંતુ સ્કૂટર, બાઇસ્કીલ ઉપરાંત તે પ્રકારના વાહનોમાં 100 સે.મી.100 સે.મી.70 સે.મી.થી વધુના ડાયમેન્શન ધરાવતા વાહનોને રેલવે પ્રવાસમાં સાથે લઇ જવાની છૂટ રહેશે નહીં. પશ્ચિમ રેલવેએ લોકોને તેમના વધારાના સામાન લગેજ વાનમાં બુક કરાવી દેવા સલાહ આપી છે.