પ્રીમિયમ ઉત્પાદનોના વેચાણમાં ધરખમ વધારો

લોગવિચાર :

તહેવારોની સીઝનમાં નબળી શરૂઆત પછી કાર, સ્‍માર્ટ ફોન, ફીઝ, ટેલીવીઝન અને કપડાની મોટી બ્રાન્‍ડો વેચાણમાં ગત વર્ષની સરખામણીમાં ૩૦ ટકા વધુ વેચાણથી ખુશખુશાલ છે. છેલ્લા ત્રણ ત્રિમાસીક વેચાણ ગતિ ધીમી પડયા પછી તેમના માટે આ મોટી રાહત છે.૮-૯ લાખ રૂપિયાથી વધારે કિંમતની કાર, ૨૦ હજાર રૂપિયાથી વધારે કિંમતના સ્‍માર્ટફોન, ૪૩ ઇંચ અને તેનાથી વધારે મોટા ટેલીવિઝન, ડબલ અથવા મલ્‍ટીડોર રેફ્રીજરેટર, ઓટોમેટીક વોશીંગ મશીનો અને અન્‍ય પ્રીમીય પ્રોડકટોની  માંગમાં વધારો થયો છે. જયારે એ જ પ્રકારના ઓછી કિંમતના ઉત્‍પાદનોની માંગ નજીવી વધી હોવાનું કંપનીઓનું કહેવું છે. તેમણે કહ્યું કે ઉંચુ ડીસ્‍કાઉન્‍ટ અને હપ્‍તા સીસ્‍ટમના કારણે ેવેચાણને પ્રોત્‍સાહન મળ્‍યું છે. તહેવારો દરમ્‍યાન વેચાણમાં જોરદાર વધારાએ ઘણાને આヘર્યમાં મુકી દીધા છે કેમકે મોટાભાગની કન્‍ઝયુમર ચીજો જેમાં કાર, સ્‍માર્ટફોન જેવી વસ્‍તુઓ પણ સામેલ છે. તેનું વેચાણ વર્ષ દરમ્‍યાન ધીમું પડયું હતું કેમકે મોંઘવારીમાં વધારો અને સામાન્‍ય ચૂંટણીની તેના પર અસર પડી હતી. આ ઉપરાંત વર્ષ દરમ્‍યાન ખરાબ હવામાનના કારણે પણ વેચાણ ઘટયું હતું.